Western Times News

Gujarati News

બ્રિટને ફાઈઝર કંપનીની કોરોના વેક્સિનના ઉપયોગ માટે મંજૂરી આપી

લંડન,બ્રિટન પહેલો એવો પશ્ચિમી દેશ બન્યો છે જેણે કોરોના માટેની ફાઈઝર વેક્સિનને મંજુરી આપી દીધી છે. આ વેક્સિનનો ઉપયોગ એવા લોકો પર કરવામાં આવશે જેમને કોરોનાથી વધારે ખતરો છે.બ્રિટન સરકારની રેગ્યુલેટરી એજન્સીએ વેક્સિનના ઉપયોગને લીલી ઝંડી આપી દીધા બાદ બ્રિટન વેક્સિન ઉપયોગ કરનાર પહેલો પશ્ચિમ દેશ બની જશે.આ વેક્સિન 1 જાન્યુઆરીથી આપી શકાશે.

બ્રિટને આ વેક્સિનના 4 કરોડ ડોઝ ખરીદ્યા છે.ફાઈઝર કંપની આ પહેલા દાવો કરી ચુકી છે કે, વેક્સિન 95 ટકા અસરકારક છે.વેક્સિનના ડોઝ આગામી દિવસોમાં બ્રિટનમાં પહોંચાડાશે.કંપનીનુ કહેવુ છે કે, કોરોના સામેની લડાઈમાં ઐતહાસિક મોકો આવ્યો છે.

ફાઈઝરની જેમ મોર્ડના કંપનીની રસી પણ એક સરખી ફોર્મ્યુલા પર આધારિત છે ને આ કંપનીએ પણ દાવો કર્યો છે કે, અમારીવ ેક્સિન 94.5 ટકા અસરકારક છે.મોટી વયના લોકોમાં પણ આ વેકિસનના કારણે કોરોના સામે લડવા માટેની એન્ટી બોડી શરીરમાં બની રહી છે.

જોકે ફાઈઝર વેક્સિનના ડોઝ સાચવવા માટે તેને માઈનસ 70 ડિગ્રી તાપમાન હેઠળ રાખવા જરુરી છે અને બ્રિટિશ સરકાર માટે રસી સાચવવાની સ્ટોરેજ સિસ્ટમ ઉભી કરવાનો પડકાર રહેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.