Western Times News

Gujarati News

કિસાનોના આંદોલનને કારણે અનેક ટ્રેનો રદ,તો કેટલીક ડાયવર્ટ કરાઇ

નવીદિલ્હી, કેન્દ્ર સરકારના નવા કૃષિ કાનુનની વિરૂધ્ધ ગત સાત દિવસોથી પંજાબ હરિયાણાથી આવેલ કિસાનોના દિલ્હીની સીમાઓ પર પ્રદર્શન જારી છે. કિસાનોના આ વિરોધ પ્રદર્શનની અસર ટ્રેન સેવાઓ પર પણ પડી રહી છે ઉત્તર રેલવેએ અમૃતસર અને પંજાબની અનેક મુખ્ય સ્થાનોની વચ્ચે ચાલનારી અનેક ટ્રેનોને રદ કરી છે કેટલીક ટ્રેનોને શાર્ટ ટર્મિનેટ શોર્ટ ઓરિજિનેટ અને કેટલાકના માર્ગ ડાયવર્ટ કર્યા છે.

આ ઉપરાંત ઉત્તરી રેલવે અનુસાર અજમેર અમૃતસર એકસપ્રેસ સ્પેશલ ટ્રેનને રદ કરવાનો નિર્ણય કર્યો છે. ત્રણ ડિસેમ્બરથી શરૂ થઇ રહેલ અમૃતસર અજમેર સ્પેશલ ટ્રેને પણ રદ કરવામાં આવી છે આ ઉપરાંત ત્રણ ડિસેમ્બરથી શરૂ થનાર ડિબ્રુગઢ અમૃતસર એકસપ્રેસ સ્પેશલ ટ્રેન પણ રદ કરવામાં આવી છે આ સાથે અમૃતસર ડિબ્રુગઢ સ્પેશલ ટ્રેન પણ રદ કરી દેવામાં આવી છે.

જયારે ભટિંડા વારાણસી ભટિડા એકસપ્રેસ સ્પેશલ ટ્રેન પણ આગામી દેશ સુધી રદ કરવામાં આવી છે નાંદેડ અમૃતસર એકસપ્રેસ ટ્રેનને નવીદિલ્હીમાં શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી છે બાંદ્ર ટર્મિનસ અમૃતસર એકસપ્રેસ ટ્રેન ચંડીગઢમાં શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી છે.

જયારે અમૃતસર જયનગર એકસપ્રેસને અમૃતસર તરનતારન વ્યાસના માર્ગે ડાયવર્ટ કરવામાં આવી છે દુર્ગ જમ્મુ તવી એકસપ્રેસને લુધિયાણા જલંધર કૈંટ પઠાણકોટ છાવણીના માર્ગે ડાયવર્ટ કરવામાં આવી છે આ ઉપરાંત ચાર ડિસેમ્બરથી ચાલનારી જમ્મુ તવી દુર્ગ એકસપ્રેસને પઠાણકોટ કૈંટ જાલંધર કૈંટ લુધિયાણાના માર્ગ પર ડાયવર્ટ કરવામાં આવી છે.

રેલવે બોર્ડના ચેરમેન વી કે યાદવે કહ્યું કે પરિચાલનને ગત બે મહીના માટે નિલંબિત કરી દેવામાં આવી હતી અને ૩૨ કિમીના અંતરને છોડી મુખ્ય માર્ગો પર ટ્રેન સેવાઓને સામાન્ય કરી દેવામાં આવી હતી. રેલવેએ કહ્યું કે રેલ સેવાઓમાં અવરોધ ઉભો થતા ૨,૨૨૦ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે જયારે સરકાર અને પ્રદર્શનકારી કિસાનોની વચ્ચે મંગળવારે થયેલ બેઠક સામાન્ય સહમતિ વગર નિષ્ફળ રહેતા કિસાનોનું વિરોધ પ્રદર્શન તેજ થઇ ગયો છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.