Western Times News

Gujarati News

કોરોના રસીઃ ભારત સફળતાની નજીક, રાજ્યો સાથે ચર્ચા બાદ નક્કી થશે કિંમત: મોદી

નવી દિલ્હી, દેશમાં ચાલી રહેલા કોરોના વાયરસના સંકટ અને આવનારા સમયમાં વેક્સીનના વિતરણને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સર્વપક્ષીય બેઠક બોલાવી હતી. જેમાં તેમણે સંકેત આપ્યા કે ટૂંક સમયમાં વેક્સીનને લઈને સારા સમાચાર મળશે. વૈજ્ઞાનિકો તરફથી મંજૂરી મળતાં જ તેની પર કામ શરૂ થઈ જશે.

કોરોના સંકટને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સર્વદળીય બેઠક મળી હતી. જેમાં તેમણે જણાવ્યું કે હજુ આઠ વેક્સીન એવી છે જે ટ્રાયલના ચરણમાં છે. વેક્સીનને લઈને સારા સમાચાર મળશે. વૈજ્ઞાનિકો તરફથી મંજૂરી મળતાં જ તેની પર કામ શરૂ થઈ જશે.

કેન્દ્ર સરકાર મોટા સ્તર પર વેક્સીન વિતરણને લઇને કામ કરી રહી છે, જે રાજ્ય સરકારની મદદથી જમીન પર ઉતારવામાં આવશે. સરકારે એક નેશનલ એક્સપર્ટ ગ્રુપ બનાવ્યુ છે, જેમની ભલામણ અનુસાર જ કામ થશે. એક વિશેષ સોફ્ટવેર પર કામ કરી રહ્યું છે જે દરેકને વેક્સીન પહોંચાડવા પર ટ્રેકિંગ કરશે.

સરકાર દરેક પાસેથી સુચનો લઈ રહી છે અને તે મુજબ જ આગળ વધી રહી છે. વેક્સીનને લઈ કોઈ પ્રકારની અફવા ન ફેલાય અને રાષ્ટ્રહિત સૌથી વધુ હોય, એવામાં રાજકીય પાર્ટીઓએ જાગૃત થવું જોઈએ. વડાપ્રધાન મોદીએ સંકેત આપ્યા કે કોરોના વેક્સીન પહેલા વૃદ્ધો, કોરોના વોરિયર્સને મળી શકે છે.

વેક્સીનની કિંમત શું થશે, તેના પર કેન્દ્ર અને રાજ્યમાં મળીને નિર્ણય લઇશું. કિંમત પર નિર્ણય લોકોને જોતા કરવામાં આવશે અને રાજ્યની તેમાં સહભાગીદારી હશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ બેઠકમાં વડાપ્રધાન મોદી ઉપરાંત રક્ષા મંત્રી રાજનાથ સિંહ, ગૃહ મંત્રી અમિત શાહ, સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધન, સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશી, રાજ્ય મંત્રી અર્જુન રામ મેઘવાલ અને લોકસભા અને રાજ્યસભાના સાંસદ હાજર રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ થોડા દિવસો પહેલા જ અમદાવાદ, હૈદરાબાદ અને પુણેની કોરોના વેક્સીન તૈયાર કરનારી કંપનીઓની મુલાકાત લીધી હતી. કોવિડ-19 વેક્સીનના વિકાસ માટે થઈ રહેલા કાર્યોનું તેમણે નિરીક્ષણ કરીને ચર્ચા કરી હતી. ત્યારબાદ સરકારે આ સર્વપક્ષીય બેઠક બોલાવી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.