Western Times News

Gujarati News

‘મને એક પણ વર્ષ યાદ નથી કે, મારા જન્મદિવસ પર સુષ્માજી ચોકલેટ કેક લાવ્યા ન હોય”:અડવાણી

અડવાણીએ કહ્યું કે ‘રાષ્ટ્રએ એક કદાવર નેતા ગુમાવ્યા છે. મારા માટે, આ એક અકલ્પનીય ખોટ છે અને હું સુષ્માજીની હાજરીને ખૂબ જ યાદ કરીશ. ‘ અડવાણીના સંદેશમાં લખ્યું છે કે, ‘તે અમારી પાર્ટીના સૌથી લોકપ્રિય અને અગ્રણી નેતાઓ બની. હકીકતમાં, મહિલા નેતા માટે રોલ મોડેલ હતી.

સુષ્મા સ્વરાજના ‘દયાળુ’ સ્વભાવની પ્રશંસા કરતાં અડવાણીએ એમ પણ લખ્યું કે, ‘મને એક વર્ષ યાદ નથી, જ્યારે તે મારા જન્મદિવસ પર મારી પસંદની ચોકલેટ કેક લાવ્યા ન હોય”

ગૃહમંત્રી અમિત શાહે પણ સુષ્મા સ્વરાજના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો અને ટ્વિટ કર્યુ હતું કે,  સુષ્મા સ્વરાજજીનું અવસાન એ ભાજપ અને ભારતીય રાજકારણને ન પૂરાય તેવી ખોટ છે. ભાજપના તમામ કાર્યકરો વતી, હું તેમના પરિવાર, સમર્થકો અને શુભેચ્છકો પ્રત્યે ગમ શોક વ્યક્ત કરું છું. ભગવાન દિવંગત આત્માને કાયમ માટે આશીર્વાદ આપે.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સુષ્મા સ્વરાજના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે લખ્યું, ‘સુષ્મા સ્વરાજના અવસાનથી  ખૂબ દુખી છું.  દેશે તેની વહાલી દીકરી ગુમાવી છે. સુષમાજી જાહેર જીવનમાં ગૌરવ, હિંમત અને નિષ્ઠાની પ્રતિમા હતા. તે હંમેશાં લોકોને મદદ કરવા તૈયાર રહેતા હતા. તમામ ભારતીય તેમને તેમની સેવાઓ માટે હંમેશા યાદ રાખશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સુષ્મા સ્વરાજના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે ‘ભારતીય રાજકારણનો એક તેજસ્વી અધ્યાય સમાપ્ત થયો છે. તેમણે પોતાનું જીવન જાહેર સેવા અને ગરીબોના જીવન માટે સમર્પિત કર્યું. સુષ્મા સ્વરાજ લાખો લોકોને પ્રેરણા આપી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.