Western Times News

Gujarati News

ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસનાં ૧૨૦૪ કેસ આવ્યા

Files Photo

ગાંધીનગર, રાજ્યમાં કોરોનાની સ્થિતી દિવસેને દિવસે ગંભીર થતી જાય છે. ધીરે ધીરે હવે કોરોનાનો આંકડો ૧૪૦૦ ને પાર પહોંચ્યો હતો. જાે કે હવે ધીરે ધીરે કોરોના કાબુમાં આવી રહ્યો હોય તે પ્રકારે આંકડા ઘટી રહ્યા હતા અને એક સમયે કેસ ૧૦૦૦ની નીચે જતા રહ્યા હતા. જાે કે દિવાળી સમયે અચાનક કેસોની સંખ્યામાં ઉછાળો જાેવા મળ્યો હતો. જાે કે રાત્રી કર્ફ્‌યૂ બાદ સ્થિતી ધીરે ધીરે થાળે પડી રહી હોય તેમ આંકડા ધીરે ધીરે ઘટવા લાગ્યા છે. આજે રાજ્યમાં નવા ૧૨૦૪ કોરોના દર્દી નોંધાયા હતા. રાજ્યમાં ૧૩૩૮ નવા દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ ૨,૦૮,૮૬૭ દર્દીઓ સાજા થઇ ચુક્યા છે.

રાજ્યમાં દર્દીઓના સાજા થવાનો દર ૯૨.૨૧ ટકા થઇ ચુક્યો છે. રાજ્યમાં ટેસ્ટની સંખ્યામાં પણ દિન પ્રતિદિન વધારો કરવામાં આવી રહ્યો હોવાના દાવા સરકાર કરી રહી છે. આજે રાજ્યમાં કુલ ૬૦,૪૨૩ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે રાજ્યની વસ્તી અનુસાર પ્રતિ દિવસ ૯૨૯.૫૮ પ્રતિ મીલીયન થાય છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ૮૬,૧૩,૫૮૭ ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ ૫,૩૯,૦૪૬ વ્યક્તિઓને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જે પૈકી ૫,૩૮,૯૧૨ વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે.

જ્યારે ૧૩૪ વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરન્ટાઇન રાખવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે. જાે એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં હાલ ૧૩,૪૮૧ એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર ૬૮ છે. જ્યારે ૧૩,૪૧૩ લોકો સ્ટેબલ છે. ૨,૦૮,૮૬૭ લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ ૪૧૬૦ લોકોનાં મોત નિપજ્યા છે.  આજે ૧૨ લોકોનાં મોત નિપજ્યાં છે. જે પૈકી અમદાવાદ કોર્પોરેશનના ૦૫, સુરત કોર્પોરેશન ૦૨, આણંદના ૧, મહેસાણાના ૧, નવસારીના ૧, રાજકોટ કોર્પોરેશનના ૧, વડોદરાના ૧ વ્યક્તિ સહિત કુલ ૧૨ દર્દીઓનાં કોરોનાને કારણે મોત નિપજ્યાં છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.