Western Times News

Gujarati News

આગામી દિવસોમાં પડશે હાડ ધ્રુજાવતી ઠંડી, હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ

પ્રતિકાત્મક

નવી દિલ્હી, સમગ્ર દેશમાં શીત લહેર છવાયેલી છે અને હવે આવનારા દિવસોમાં હાડ ધ્રુજાવતી ઠંડી પડશે. ભારતીય હવામાન વિભાગે પોતાના તાજા અપડેટમાં કહ્યું કે. આવનારા 5 દિવસોમાં તાપમાનમાં ભારે ઘટાડો નોંધાશે. આ ઘટાડો 3-5 ડિગ્રે સેલ્સિયસમાં હોય શકે છે. જ્યારે આગામી દિવસોમાં ગાઢ ધુમ્મસ પણ પડી શકે છે.

વિભાગે જણાવ્યું કે, દિલ્હી, જમ્મુ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, નોર્થ વેસ્ટ રાજસ્થાન, ઉત્તર-પશ્ચિમ ઉત્તરપ્રદેશ, બિહાર, સબ હિમાલય, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, અસમ, મેઘાલય અને ત્રિપૂરામાં આવનારા ચાર દિવસોમાં ગાઢ ધુમ્મસની આશંકા છે.

જ્યારે આગામી 24 કલાક દરમિયાન પંજાબ હરિયાણા અને રાજસ્થાનમાં શીતલહેરની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જેના લીધે તાપમાનમાં ભારે ઘટાડો નોંધાય શકે છે. વિભાગ દ્વારા તેનું પણ સુચન કરવામાં આવ્યું છે કે, લોકો આ વાતાવરણમાં જરૂર વિના બહાર નિકળે નહી અને યોગ્ય સાવચેતી રાખે.

વિભાગે કહ્યું છે કે, આવનારા દિવસોમાં ઠંડીનો સિલસિલો એટલો જ રહેશે. પર્વતિય વિસ્તારોમાં ભારે હિમવર્ષા થશે જેની અસર મેદાની વિસ્તારમાં પડશે અને તેના કારણે ભારે ઠંડી પડશે. વિભાગે પહેલાં જ કહ્યું હતું કે, આ વર્ષે હાડ ધ્રુજાવતી ઠંડી પડશે. તમિલનાડૂ અને પોંડીચેરીમાં આજે વરસાદની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. દક્ષિણ પૂર્વ અરબ સાગર અને માલદીવ ક્ષેત્ર પર ચક્રવાતી હવાઓનો ક્ષેત્ર બનેલું છે. વિભાગ પ્રમાણે આવનારા દિવસોમાં તે વધારે અસરકારક હશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.