Western Times News

Gujarati News

ઝઘડિયાના ઉમલ્લા નજીક ટ્રકને આંતરી લૂંટ ચલાવનાર લબરમુછીયા ચાર લૂંટારૂઓ ઝડપાયા

ચારેય લબરમૂછીયા લુટાળુઓએ જબરજસ્તી થી ટ્રક ચાલક ના ખિસ્સા માંથી રૂપિયા ૧૪૦૦ ખૂંચવી લઈ ભાગી ગયા હતા.

(વિરલ રાણા દ્વારા) ભરૂચ: ઝઘડિયા તાલુકાના ઉમલ્લા નજીક થી ગત સપ્તાહે સુરતના એક ટ્રકચાલકને આંતરી ધાક-ધમકી આપી તેના ખિસ્સામાંથી જબરજસ્તી રૂ. ૧૪૦૦ ખૂંચવી લઈ પલાયન થઈ ગયેલા ચાર લબરમુછીયા લૂંટારૂઓને ઉમલ્લા પોલીસે ઝડપી પાડયા છે.

સુરત જીલ્લાના કામરેજ ખાતે રહેતા અવધેશકુમાર છબીનાથ હરીજન ડ્રાઈવિંગનો ધંધો કરે છે.ગત તારીખ ૮મી ના રોજ તે પોતાની ટ્રક માં મટીરીયલ ભરી રાજપીપળાથી ઉમલ્લા ઝઘડીયા થી સુરત જવા નીકળ્યો હતો. તે દરમિયાન ઝઘડિયા તાલુકાના ઉમલ્લા ચેકપોસ્ટ નજીક ચાર જેટલા લબરમૂછીયા યુવાનોએ તેને આંતરી ધાકધમકી આપી તેના ખિસ્સા માંથી રૂપિયા ૧૪૦૦ ખૂંચવી લઈ લૂંટ ચલાવી હતી.જે બાબતની ફરિયાદ ટ્રક ચાલક અવધેશકુમારે ઉમલ્લા પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી.ઉમલ્લા પોલીસે એક સપ્તાહના ટૂંકા ગાળામાં ટ્રક ચાલકને લૂંટનાર ચાર લબરમુછીયા લૂંટારૂઓને ઝડપી પાડયા છે.

ઉમલ્લા પોલીસે ઝડપેલા (૧) સંજય ઘનશ્યામ વસાવા ઉં.વ ૨૩ (૨) રણજીત સુરેશ વસાવા ઉં.વ ૨૦ બન્ને રહે. તવડી તા.ઝઘડિયા (૩) દિપક કનૈયા વસાવા ઉં.વ ૨૮ રહે.કોલીયાપાડા તા.નેત્રંગ (૪) રવિન્દ્ર છત્રસિંહ વસાવા ઉં.વ ૨૨ રહે.બામલ્લા તા.ઝઘડિયાને તવડી ગામ પાસેથી શંકાસ્પદ હાલતમાં ઝડપી પાડી ટીમલી પૂછપરછ હાથ ધરી અટક કરેલ.પૂછપરછ દરમ્યાન આ ચાર શંકાસ્પદ ઈસમો ગલ્લા તલ્લા જવાબ આપતા હતા

જેથી તેમને વિશ્વાસમાં લઈ સઘન પૂછપરછ કરી નામ પુછતા લુટ કર્યાની કબુલાત કરી હતી.લબરમુછીયા લૂંટારૂઓને કોરોના ટેસ્ટ કરાવતા તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.જેથી તેની ઉંમરના પોલીસે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથધરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ઝઘડિયા તાલુકાના ત્રણે પોલીસ મથકની હદમાં અવાર નવાર લૂંટ,ઘરફોડ ચોરી,જીઆઈડીસીમાં ચોરી,વાહન ચોરીની ઘટનાઓ બનતી રહે છે.જો જવાબદાર પોલીસ અધિકારી ની સતર્કતા હોય તો ગુનેગાર પોલીસ પકડથી દૂર હોતા નથી જે ફલિત થાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.