Western Times News

Gujarati News

સિવિલ હોસ્પિટલમાં સેવાભાવી સંસ્થા દ્વારા ૧૦૦ ટેબલેટ ભેટ અપાયાં

આ ટેબ્લેટને નર્સિસ, લેબ ટેક્નીશીયન, વર્ગ-૪ના કર્મચારીઓ કે જેમનાં સંતાન ઘોરણ- ૪ થી ધોરણ- ૧૧ માં અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરતાં હોય તેમાં ૨ વર્ષનું બાયજુસ ઓનલાઇન એપના સબસ્ક્રિપ્શન સાથે કોરોના વોરિયર્સને ભેટ કરવામાં આવ્યાં છે.

કોરોનાની મહામારીમાં ઘણા સેવાભાવી લોકો અને  સંસ્થાઓ દ્વારા દેશ પર એકાએક આવી  પડેલી આપદામાં મદદરૂપ બનવા સ્વેચ્છાએ શારીરિક અને આર્થિક રૂપે  સેવા- સુશ્રુષાનો ધોધ વહાવ્યો છે.

હાલ પણ કોરોનાની વિકટ પરિસ્થિતિઓને ધ્યાનમાં લઇને વડોદરા સ્થિત સેવાભાવી સંસ્થા દ્વારા ખાનગી કંપનીના સહયોગથી સિવિલ હોસ્પિટલમાં C.S.R.પ્રવૃત્તિઓ એટલે કે, કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (સમાજ પ્રત્યેનું ઉત્તરદાયિત્વ) હેઠળ સિવિલ હોસ્પિટલમા ૧૦૦ જેટલા ટેબ્લેટ ભેટ કરવામાં આવ્યા છે.

સરકાર દ્વારા કાર્યરત ડિજિટલ ભારત મિશનને પ્રોત્સાહન આપવાના હેતુસર તેમજ બાળકોને ઓનલાઇન શિક્ષણમાં વધુ પરિપક્વ બનાવવા માટે ખાનગી કંપની દ્વારા ૧૦૦ જેટલા અત્યાધુનિક ટેક્નોલોજીથી સજ્જ ટેબ્લેટનું વિતરણ કરવામાં આવ્યુ હતું.

આ ટેબ્લેટને નર્સિસ, લેબ ટેક્નીશીયન, વર્ગ-૪ના કર્મચારીઓ કે જેમનાં સંતાન ઘોરણ- ૪ થી ધોરણ- ૧૧ માં અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરતાં હોય તેમાં ૨ વર્ષનું બાયજુસ ઓનલાઇન એપના સબસ્ક્રિપ્શન સાથે કોરોના વોરિયર્સને ભેટ કરવામાં આવ્યાં છે.

વડોદરા સ્થિત સેવાભાવી સંસ્થાના ડાયરેક્ટર ડૉ. બીનિતા વર્ડીયાએ કહ્યુ કે “અમદાવાદ સ્થિત સિવિલ હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની શ્રેષ્ઠ સારવાર કરવામાં આવી રહી છે. એશિયાની સૌથી મોટી હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સેવા-સુશ્રુષા કરી રહેલા  મેડિકલ, પેરામેડિકલ સ્ટાફ કર્મીઓના સંતાનોને શ્રેષ્ઠ શિક્ષણ મળી રહે તે હેતુસર આ ટેબ્લેટ વિતરણ કરવામાં આવ્યું છે”.

સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ ડૉ. જે.પી.મોદીએ સંસ્થા તરફથી મળેલ ભેટને સ્વીકારતાં કહ્યું કે, વડોદરા સ્થિત સેવાભાવી સંસ્થા અને કંપની દ્વારા ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ પરિવારના બાળકોના કારકિર્દી ઘડતરની  ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.તેમના કારકિર્દી ઘડતરમાં મદદરૂપ થવા માટેના પ્રયાસો કરવામાં આવ્યાં છે તે ખરા અર્થમાં પ્રશંસાને પાત્ર છે.

આ સેવાભાવી સંસ્થા દ્વારા અમારી હોસ્પિટલને અગાઉ પણ કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવારમાં ઉપયોગી નીવડે એવા અત્યાધુનિક વેન્ટિલેટર, હાઇટેક મશીનરી, બાય પેપના માસ્ક ભેટ કરવામાં આવ્યાં હતાં. જે કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવારમાં ખૂબ જ ઉપયોગી રહ્યા છે. હું વડોદરા સ્થિત એન.જી.ઓ.ની સી.એસ.આર. પ્રવૃતિ અંતર્ગત કરવામાં આવેલી આ પહેલને બિરદાવું છું. આવી જ રીતે અન્ય સંસ્થા અને વ્યક્તિ સમાજ ઉપયોગી બની  દેશને આ મહામારીમાંથી ઉગારવામાં મદદરૂપ બને તેમ ડૉ. જે.પી.મોદીએ ઉમેર્યુ હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.