Western Times News

Gujarati News

ગુજરાતી ફિલ્મ “વાલમ જાઓ ને” માં ખુશ્બુ ચમકશે

મુંબઈ, ઘણી ટેલિવિઝન સીરિયલમાં કામ કરી ચૂકેલી અને છેલ્લે મેડિકલ ડ્રામા સંજીવનીમાં જાેવા મળેલી એક્ટ્રેસ ખુશ્બુ ઠક્કર ગુજરાતી સિનેમામાં ડેબ્યૂ કરવા માટે તૈયાર છે. હાલ તે હાર્દિક ગજ્જરની રોમકોમ વાલમ જાઓ ને માટે શૂટિંગ કરી રહી છે. દીક્ષા જાેશી અને પ્રતિક ગાંધી આ ફિલ્મમાં લીડ રોલમાં છે.

આ સિવાય ટિકુ તલસાણીયા, સંજય ગોરડીયા, પ્રતાપ સચદેવ પણ ફિલ્મનો ભાગ છે. ખુશ્બુ હાઉસ હેલ્પનો રોલ પ્લે કરતી જાેવા મળશે આ સિવાય સ્ટોરીલાઈનમાં તેનો મહત્વનો રોલ છે.

પહેલીવાર ગુજરાતી ફિલ્મમાં કામ કરવા અંગેના અનુભવ વિશે વાત કરતાં ખુશ્બુએ કહ્યું કે, સેટ પોઝિટિવિટી અને એનર્જીથી ભરેલુ હતું. કાસ્ટ ખૂબ જ ફ્રેન્ડલી હતી. એકદમ ઘર જેવું લાગ્યું. એક એવી ફિલ્મમાં કામ કરવું જેમાં હું મારી માતૃભાષા બોલી શકું છું, તે અદ્દભુત લાગણી છે. હું ગુજરાતી છું.

મારો જન્મ અને ઉછેર મુંબઈમાં થયો છે. મારી પાસે તેવા વિશિષ્ટ ઉચ્ચારણ નથી, જે ગુજરાતના અલગ-અલગ ભાગમાં બોલવામાં આવે છે. હું ગુજરાતીમાં વાત નથી કરતી. જ્યારે મેં ઓડિશન આપ્યું ત્યારે મને ખાતરી હતી કે હું તેવા ઉચ્ચારણ કાઢી શકીશ. સ્ક્રીપ્ટ એટલી ફની છે કે શોટ આપ્યા બાદ હું પોતે જ હસી પડું છું.

એક્ટ્રેસે તેના કો-એક્ટર્સ પ્રતિક અને દીક્ષાના વખાણ પણ કર્યા. તેણે કહ્યું કે, પ્રતિક અને દીક્ષા જેવા કલાકારો સાથે કામ કરવું તે આશીર્વાદ સમાન છે. મારા મોટાભાગના સીન તેમની સાથે છે. પ્રતિક સારો પર્ફોર્મર છે. તે સ્ક્રિપ્ટની ડિમાન્ડને સમજે છે. તે પ્રેંક કરવામાં માહેર છે. સેટ પર બધા સાથે મસ્તી કરતો રહે છે. આ સિવાય તે સીનની ચર્ચા કરે છે અને પોતાના વિચારો રજૂ કરે છે. જેના કારણથી સ્ક્રીન પર તે સુંદર રીતે દેખાઈ આવે છે.

દીક્ષા પોઝિટિવ વ્યક્તિ છે. હું તેની સાથે વેનિટી વેન શેર કરું છું. તે પ્રામાણિક વ્યક્તિ છે. ખુશ્બુ માટે હાર્દિક સાથે કામ કરવું તે એક લર્નિંગ અનુભવ છે. તેણે કહ્યું કે, ડિરેક્ટર તેઓ સીનમાં એક્ટર્સ પાસેથી શું ઈચ્છે છે તે બાબતે સ્પષ્ટ છે. જાે તેમણે કોઈ શોટ વિશે વિચારીને રાખ્યું છે તો, તે રિટેક લેવામાં ખચકાતા નથી. તેમના વિચારો એટલા સ્પષ્ટ છે કે એક્ટર્સને પણ કામ કરવાની મજા આવે. અન્ય સીનિયર એક્ટર્સ સાથેના મારા સીન ડબલ બોનાન્ઝા જેવા છે. મને ખુશી છે કે આખરે મેં આ કર્યું. હકીકતમાં મેં પોતાને ‘ગરબી ગુજરાતી’ સાબિત કરી બતાવી. હવે, ગર્વથી કહી છું કે હું ગુજરાતી છું.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.