Western Times News

Gujarati News

એમેઝોનના સ્થાપક જેફ બેઝોસની પૂર્વ પત્ની 31000 કરોડ રુપિયા ડોનેટ કરશે

વૉશિંગ્ટન, ઓનલાઈન શોપિંગ કંપની એમેઝોનના સ્થાપક જેફ બેઝોસ સાથે છુટાછેડા લીધા બાદ મળેલા વળતરના કારણે મેકેન્ઝી સ્કોટ રાતોરાત વિશ્વની સૌથી ધનિક મહિલાઓના લિસ્ટમાં આવી ગઈ હતી.

બેઝોસની પૂર્વ પત્ની મેકેન્ઝી આ લિસ્ટમાં હાલમાં 22મા સ્થાને છે.જોકે છુટાછેડા બાદ તેમણે જરુરિયાતમંદ લોકોને સંપત્તિનુ દાન કરવાની જાહેરાત કરી છે અને મેકેન્ઝીએ વાયતો કર્યો છે કે, પોતાની સંપત્તિમાંથી લગભગ 4 અબજ ડોલર એટલે કે 31000 કરોડ રુપિયાનુ દાન કરસે.

છેલ્લા ચાર મહિનામાં તેમણે બીજી વખત આવી જાહેરાત કરી છે.આ પહેલા તેઓ 116 સંગઠનોને 1.7 અબજ ડોલર એટલે લગભગ 12000 કરોડ રુપિયા દાન કરી ચુક્યા છે.હવે તેમણે ફરી દાન આપવા માટે 384 જેટલા સંગઠનોની પસંદગી કરી છે.સ્કોટે પોતાના બ્લોગ પર લખ્યુ છે કે, કોરોના મહામારીના કારણે અમેરિકાના લોકોની કમર તુટી ગઈ છે.જેઓ પહેલેથી સંઘર્ષ કરી રહ્યા હતા તેમને વધારે નુકસાન થયુ છે.કોરોના મહામારીના કારણે સૌથી વધારે સહન મહિલાઓ, અશ્વેતો અને ગરીબોને કરવાનો વારો આવ્યો છે.આ દરમિયાન ધનિકોની સંપત્તિમાં વધારો થયો છે.

મેકેન્ઝી સ્કોટે પોતે જે સંસ્થાઓે દાન આપવાની છે તેનુ લિસ્ટ પણ જાહેર કર્યુ છે.આ સંગઠનોને પસંદ કરતા પહેલા તેમણે સમીક્ષા પણ કરી હતી.

સ્કોટની કુલ સંપત્તિ લગભગ ચાર લાખ કરોડ રુપિયા છે.તેમણે જુલાઈ મહિનામાં બેઝોસ સાથે છુટાછેડા લીધા હતા અને આ સંપત્તિ તેમને વળતર સ્વરુપે મળી હતી.એવુ મનાય છે કે, સ્કોટને કંપનીની ચાર ટકા હિસ્સેદારી મળી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.