Western Times News

Gujarati News

યુપી-બિહારમાં ભારે ઠંડી પડશે, દિલ્હીમાં થોડી રાહત

નવી દિલ્હી: દેશનાં ઘણાં હિસ્સામાં પારો શૂન્યની નીચે જઇ ચુક્યો છે. એવામાં આ ક્ષેત્રમાં ભારે ઠંડી પડી રહી છે. કેટલાંક વિસ્તારમાં શીતલહરનો પ્રકોપ પણ જાેવા મળી રહ્યો છે. આ વચ્ચે હવામાન ખાતાએ ઉત્તર પ્રદેશ અને બિહારનાં ઘણાં જિલ્લામાં કડાકાની ઠંડી પડી રહી હોવાની વાત કરી છે. તો પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી અને રાજસ્થઆનમાં હાલમાં ઠંડીથી હવેં થોડી રાહત મળવાની સંભાવના છે.

ઉત્તર ભારતમાં રવિવારે ઠંડીનો પ્રકોપ ચાલુ જ હતો. જમ્મૂ-કશ્મીર અને હિમાચલ પ્રદેશનાં મોટાભાગનાં સ્થાનો પર તાપમાન શૂન્યથી નીચે જતુ રહ્યું હતું. તો દિલ્હીમાં હાલમાં હવામાન સૌથી ન્યૂનતમ નોંધાયું હતું. ભારત હવામાન ખાતા અનુસાર રાષ્ટ્રીય રાજધાનીમાં હવામાનથી સૌથીમાં હવામાન સૌથી ઠંડી સવાર રહી. અને તાપમાન ૩.૪ ડિગ્રી સેલ્સિયસ સુધી નીચે પહોંચી ગયુ હતું.

આઈએમડી તરફથી જણાવવામાં આવ્યું છે કે, બરફથી ઢંકાયેલાં હિમાલયી ક્ષેત્રથી ચાલતી બરફીલી હવાઓને કારણે દિલ્હી શહેરમાં ઠંડીનો પ્રોકોપ સતત જાેવા મળી રહ્યો છે. હવામાન ખાતા અનુસાર, આગામી પાંચથી છ દિવસ સુધી દિલ્હીમાં ન્યૂનતમ તાપમાન આશરે ૫ ડિગ્રી સેલ્સિયસ રહે તેવું અનુમાન છે. કશ્મીરનાં વિભિન્ન સ્થાનો પર ન્યૂનતમ તાપમાનમાં રવિવારે થોડો સુધારો જાેવા મળ્યો હતો.

જાેકે ઘાટીમાં રાતનાં સમયે પારો શૂન્યથી નીચે જતો રહ્યો હતો. ત્યાં ૪૦ દિવસનાં ચિલ્લઇ કલાંનો દોરો સોમવારથી શરૂ થવા જઇ રહ્યો છે. આ દરમિયાન અહીં ભારેથી અતિ ભારે ઠંડી પડી શકે છે. હવામાન ખાતાનાં અધિકારીઓનાં જણાવ્યાં પ્રમાણે, આકાશમાં વાદળછાયુ વાતાવરણ રહેવાને કારણે સમગ્ર કશ્મીર ઘાટીનાં તાપમાનમાં સામાન્ય વધારો થશે પણ ન્યૂનતમ તાપમાન શૂન્યની નીચે રહેશે.

હવામાન ખાતાનાં અધિકારીઓનાં જણાવ્યા મુજબ, ઠંડકનાં કારણે ઘાટીનાં ઘણાં વિસ્તારમાં પાણીની લાઇન અને જળાશયમાં પાણી જામી ગયુ છે. હવામાન વિભાગનાં  જણાવ્યાં મુજબ, આ મહિનાનાં અંત સુધી કેન્દ્ર શાસિત પ્રદેશમાં ભારે હિમવર્ષા થાય તેવી શક્યતાઓ નથી. જ્યારે કશ્મીરનાં કેટલાંક સ્થાનો પર સોમવારે હળવી બરફવર્ષા થઇ શકે છે. હિમાચલનાં પર્વતીય ક્ષેત્રમાં શીત લહેરો ચાલી રહી છે.

અને ઘણાં સ્થળોનું તાપમાન શૂન્યની નીચે જતુ રહ્યું છે. શિમલા હવામાન ખાતાનાં નિર્દેશક મનમોહન સિંહનાં જણાવ્યાં અનુસાર, લાહોલ-સ્પીતિનાં પ્રશાસનિક કેન્દ્ર કેલાંગ રાજ્યમાં સૌથી ઠંડુ સ્થાન છે. જ્યાં તાપમાન શૂન્યથી ૧૧ ડિગ્રી સેલ્સિયસ ઓછુ દાખલ થયુ છે. પંજાબ અને હરિયાણામાં ગત થોડા દિવસોથી શીત લહેરનો પ્રકોપ ચાલુ છે અને હવામાન ખાતા અનુસાર આદમપુરમાં સૌથી ઓછુ તાપમાન નોંધાયુ છે

જે શન્ય ડિગ્રી સેલ્સિયસ છે. હરિયાણામાં નારનૌલા સૌથી ઠંડુ સ્થાન રહ્યું જ્યાંનું ન્યૂનતમ તાપમાન ૨.૪ ડિગ્રી સેલ્સિયસ રહ્યું છે. રાજસ્થાનનાં મોટાભાગનાં વિસ્તારમાં હાલમાં ભારે ઠંડી પડી રહી છે. ગત શનિવારે રાત્રે ન્યૂનતમ તાપમાન માઉન્ટ આબૂમાં શૂન્યથી ૧.૫ ડિગ્રી સેલ્સિયસ નીચે નોંધાયું હતું. મૌસમ વિભાગે આગામી ૪૮ કલાકમાં રાજસ્થાનનાં મોાટભાગમાં ન્યૂનતમ તાપમાનમાં ૨થી ૩ ડિગ્રી સેલ્સિયસનો વધારો અને સોમવારનાં રાજ્યમાં શીતલહેરથી રાહત મળવાનું અનુમાન વ્યક્ત કર્યુ છે

.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.