Western Times News

Gujarati News

ઝરમર વરસતા વરસાદમાં કલેકટરે લોકોના દુઃખ દર્દ સાંભળ્યા

  • પૂરથી નુકશાનીના સર્વે સાથે કેશડોલ વિતરણની કરાતી કામગીરી
  • શહેરના પછાત-ઝૂપડપટ્ટી વિસ્તારમાં જઈ સફાઇ,આરોગ્ય સહિતની કામગીરીનું કર્યું નિરીક્ષણ
  • ૩૫૦૦૦થી વધુ લોકોને કેશડોલની સહાય અપાઇ
  • ૮૫૦૦ જેટલા પરિવારોને ઘરવખરીના સહાય ચૂકવામાં આવી
  • બે કરોડથી વધુની રોકડ સહાય લોકોને ચૂકવાઈ
  • ખાનગી આરોગ્ય સંસ્થાઓની મદદથી ૪૦ થી વધુ હેલ્થ ટીમ કામે લગાડાઈ
  • ખાનગી હોસ્પિટલના ડોક્ટર્સની સહાય લઇને વધારીને ૧૮૭ જેટલી આરોગ્યની ટીમ કાર્યરત કરાઈ
  • મ્યુનીસીપલ કામીસ્નરે આંગળવાડી અને પ્રાથમિક શાળાઓમાં બાળકોની હાજરી, શિક્ષકોની હાજરી, સાફ-સફાઈ અને પીવાના સ્વચ્છ પાણીની ઉપલબ્ધિની જાતે ચકાસણી કરી

વડોદરા  (ગુરૂવાર) કલેક્ટર અને કાર્યકારી મ્યુનિસિપલ કમિશનર શ્રીમતી શાલિની અગ્રવાલ શહેરમાં પૂરની આપદા બાદ ખાસ કરીને ગરીબ-પછાત અને ઝૂપડપટ્ટી વિસ્તારમાં જઈ લોકોના દુખ-દર્દ અને રજૂઆતો સાંભળી તેને નિરાકરણ લાવવા સ્થળ પરથી અધિકારીઓને પ્રશ્નોનો હલ કરવા દિશાનિર્દેશ આપી રહ્યા છે. આજે ઝરમર વરસતા વરસાદ વચ્ચે પણ શહેરના વારસીયા, રામદેવનગર-૧ અને ૨ની મુલાકાત રૂબરૂ મુલાકાત લીધી અને સાફ-સફાઈ,આરોગ્ય સહિતની તંત્ર દ્વારા કરાવામાં આવતી કામગીરી નિરીક્ષણ કર્યું હતું.  ખાસ કરીને નાની-સાંકળી ગલ્લી-કૂચ્ચીમાં પણ જઇને લોકોની રજૂઆતો સાભળી હતી. અને અસરગ્રસ્તો સાથે સંવાદ સાધી તેમને સધિયારો આપ્યો હતો.

કલેક્ટર અને કાર્યકારી મ્યુનિસિપલ કમિશનર શ્રીમતી શાલિની અગ્રવાલ જણાવ્યું કે, સમગ્ર શહેરમાં સાફ-સફાઇ ઝૂંબેશના સ્વરૂપમાં ચલાવામાં આવી રહી છે. કચરાનું ડોર ટુ ડોર કલેકશન સહિતની કામગીરીનું મોનીટર કરી રહ્યા છીએ. સાથે જ લોકોનું આરોગ્ય જળવાઈ રહે તેના માટે દરકાર લેવામાં આવી રહી છે. શહેરમાં ૧૪૭ જેટલી આરોગ્યની ટીમ કાર્યરત હતી. પરંતુ આરોગ્યલક્ષી કામગીરીને વધુ સઘન બનાવવા માટે ખાનગી હોસ્પિટલના ડોક્ટર્સનો સહયોગ મેળવી  વધારીને આરોગ્યની ૧૮૭ ટીમ જેટલી ટીમ્સ કાર્યરત કરવામાં આવી છે. લોકોની રજૂઆતોની સાથે તેઓની શું જરૂરિયાત તેને પણ ધ્યાન પર લઇ રહ્યા છે. આ ઉપરાંત શહેરમાં ઘરવખરીના સામાનનો નુકશાનીનો સર્વે પણ કરવામા આવી રહ્યો છે. સાથે સાથે ૧૨ર જેટલી ટીમમાં ૪૫૦ જેટલા અધિકારી-કર્મચારી કેશડોલ-રોકડ સહાયનું વિતરણ કરી રહ્યા છે. છેલ્લાં ત્રણ દિવસમાં ૩૫૦૦૦ લોકોને કેશડોલની સહાય આપવામાં આવી છે. ૮૫૦૦ જેટલા પરિવારોને ઘરવખરીના સહાય ચૂકવામાં આવી છે અને અત્યાર સુધીમાં બે કરોડથી વધારેની સહાય લોકોને ચૂકવી આપવામાં આવી છે.

શ્રીમતી અગ્રવાલે સુરત મહાનગરપાલિકાની સફાઈ કર્મીઓની આવેલી ટીમની કામગીરીને બિરદાવી અને સફાઇકર્મીઓને કહ્યુ કે, તમે તમારા શહેરથી દૂર છો પણ  વડોદરા શહેરને તમારી  જરૂરિયાત છે.     શ્રીમતી અગ્રવાલે રામદેવનગરની ઋષિ વિશ્વામિત્ર પ્રાથમિક શાળાની મુલાકાત દરમિયાન નાના ભૂલકોઓ સાથે ભૂલકાઓની જેમ જ કાલીઘેલી ભાષામાં સંવાદ કર્યો હતો. શું ભણી રહ્યો છો ? સ્કૂલે મજા આવે છે ? તેવા પ્રશ્નો પૂછી ભૂલકાઓ સાથે સંવાદ સાધ્યો હતો. કલેક્ટર શ્રીમતી શાલિની અગ્રવાલની આ મુલાકાત દરમિયાન નગરસેવક-પદાધિકારી અને મહાનગરપાલિકાના અધિકારી અને કર્મચારી સાથે રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.