Western Times News

Gujarati News

યુકેથી આવનારમાં લક્ષણ મળશે તો આઈસોલેશન વોર્ડમાં રખાશે

નવીદિલ્હી, કોરોના વાયરસના નવા મ્યૂટેંટ સ્ટ્રેનને લઈને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે સ્ટાંડર્ડ ઓફ પ્રોસિઝર (એસઓપી) જાહેર કરી છે. નવા નિયમો પ્રમાણે યુકેની ફ્લાઈટથી આવનારા એવા મુસાફરો કે જેમનામાં કોરોના વાયરસના નવા લક્ષણ મળી આવ્યા છે તેમને અલગથી આઈસોલેશન વોર્ડમાં રાખવામાં આવશે. આ ઉપરાંત કોરોના પોઝિટિવ જણાઈ આવનારા સહ-યાત્રીઓને ઈન્સ્ટીટ્યૂશનલ ક્વારંટાઈનમાં રાખવામાં આવશે. સરકારે કોરોનાના વધતા જતા ખતરાને ધ્યાનમાં રાખીને બ્રિટનથી આવેલી ફ્લાઈટ માટે ખાસ એસઓપી જાહેર કરી છે.

યુકેથી આવનારા તમામ મુસાફરોનો અનિવાર્યરૂપે એરપોર્ટ પર જ આરટી-પીસીઆર ટેસ્ટ કરાવવામાં આવશે. જે મુસાફાર પોઝિટિવ જણાઈ આવશે તેમને અલગ આઈસોલેશન યૂનિટમાં ઈન્સ્ટિટ્યૂશન ક્વારંટાઈનમાં રાખવામાં આવશે. પોઝિટિવ આવેલા લોકોને જિનોમિક સીક્વેંસિંગ માટે નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી, પુણેમાં રાખવામાં આવશે.

જાે કોઈ વ્યક્તિ પોઝિટિવ જણાશે અને તેનું ક્વારંટાઈન નવું નથી તો તેની સારવાર વર્તમાન પ્રોટોકોલના હિસાબે કરવામાં આવશે પરંતુ જાે જિનોમિન સીક્વેસિંગમાં જણાઈ આવશે તો વેરિએંટ નવુ હશે તો તેની સારવાર વર્તમાન પ્રોટોકોપ પર કરવામાં આવશે. પરંતુ તેના ૧૪ દિવસ બાદ ફરી ટેસ્ટ કરવામાં આવશે.

આરટી-પીસીઆર ટેસ્ટમાં જે મુસાફર નેગેટિવ જણાઈ આવશે તેમને પણ ઘરમાં જ ક્વારંટાઈન રહેવાની સલાહ આપવામાં આવશે. એરલાઈન્સે એ સુનિશ્ચિત કરવુ પડશે આ તમામ ગાઈડલાઈન્સ ચેક-ઈન પહેલા જ મુસાફરોને જણાવી દેવામાં આવશે. ૨૧થી ૨૩ ડિસેમ્બર વચ્ચે યૂકેથી આવનારા અને આરટી-પીસીઆર ટેસ્ટમાં પોઝિટિવ જણાઈ આવનારા સંક્રમિત લોકોના સંપર્કમાં આવેલા તમામ લોકોને એક અલગ ક્વારંટાઈન સેંટરમાં ઈન્સ્ટિટ્યૂશનલ ક્વારંટાઈન કરવામાં આવે અને આઈસીએમઆરની ગાઈડલાઈન પ્રમાણે તેમનો ટેસ્ટ કરવામાં આવે.

પોઝિટિવ વ્યક્તિના સંપર્કમાં આવેલા એ લોકોને જ માનવામાં આવશે જે સંક્રમિત વ્યક્તિની સીટની લાઈનમાં આવેલે ત્રણ સીટ આગળ સુધી અને ૩ સીટ પાછળ સુધી બેઠેલા હશે. સાથે જ તેમના સંપર્કમાં આવેલા કેબિન ક્રુની પણ ઓળખ કરવામાં આવશે. ૨૫ નવેમ્બરથી ૮ ડિસેમ્બર વચ્ચે જે પણ મુસાફર યુકેથી આવ્યા છે તેમનો સંપર્ક ડિસ્ટ્રિક્ટ સર્વિલન્સ ઓફિસર કરશે અને તેમના સ્વાસ્થ્ય પર નજર રાખવાની સલાહ આપવામાં આવશે. જાે કોઈ મુસાફર પકડાશે નહીં તો ડિસ્ટ્રિક્ટ સર્વિલન્સ ઓફિસર સેંટ્રલ સર્વિલન્સ યૂનિટને તેની જાણકારી આપશે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.