Western Times News

Gujarati News

54 ટકા સાયબર એટેકમાં ફિશિંગ ઇમેલનો ઉપયોગ થાય છે.

ફિશિંગ ઇમેલ્સથી 2 ભારતીય કંપનીઓમાંથી 1 કંપની પર સાયબર એટેક થયો હતો

  • શરૂઆતનમાં 41 ટકા સોફ્ટવેરનો ઉપયોગ કરે છે અને 35 ટકા સાયબરએટેકનો ઉપયોગ કરે છે, જે એટેક ચેઇનમાં ડેટાનો વિવિધ તબક્કામાં કેવી રીતે ઉપયોગ થાય છે એ દર્શાવે છે
  • 39 ટકા સાયબરએટેકમાં રેન્સમવેરનો ઉપયોગ થયો હતો
  • 48 ટકા એટેકમાં ડેટા ઉલ્લંઘનનો ઉપયોગ થયો હતો

 મુંબઈ, ભારત – 8 ઓગસ્ટ, 2019 – નેટવર્ક અને એન્ડપોઇન્ટ સીક્યોરિટીમાં ગ્લોબલ લીડર સોફોસ (LSE: SOPH)એ આજે એનાં ગ્લોબલ સર્વેધ ઇમ્પોસ્સિબલ પઝલ ઓફ સાયબરસીક્યોરિટીનાં તારણોની જાહેરાત કરી હતી, જેમાં ખુલાસો થયો છે કે, આઇટી મેનેજર્સ તમામ દિશાઓમાંથી અનેક સાયબર હુમલાઓનો સામનો કરે છે તથા સુરક્ષાની કુશળતા, બજેટ અને અત્યાધુનિક ટેકનોલોજીનાં અભાવે તાલમેળ જાળવવા માટે સંઘર્ષ કરી રહ્યાં છે. સર્વેમાં 3,100 આઇટી મેનેજર્સનો સર્વે થયો હતો, જેઓ અમેરિકા, કેનેડા, મેક્સિકો, કોલંબિયા, બ્રાઝિલ, બ્રિટન, ફ્રાંસ, જર્મની, ઓસ્ટ્રેલિયા, જાપાન, ભારત અને દક્ષિણ આફ્રિકામાં મિડ-સાઇઝ વ્યવસાયોનાં છે.

સાયબર અપરાધીઓ મહત્તમ અસર કરવા માટે એટેક કરવાની વિવિધ પદ્ધતિઓ અને પેલોડનો ઉપયોગ કરે છે

સોફોસ સર્વે દર્શાવે છે કે, એટેક કરવાની ટેકનિક કેવી રીતે અલગઅલગ અને વિવિધ તબક્કામાં હોય છે તથા ઘણી વાર નેટવર્કને બચાવવા મુશ્કેલીમાં વધારો થાય છે. સર્વેમાં સામેલ છમાંથી એક આઇટી મેનેજરને ખબર નહોતી કે, તેમનાં નેટવર્કની સીક્યોરિટીનું ઉલ્લંઘન થયું હતું અને એટેક કરવાની વિવિધ પદ્ધતિઓનો ઉપયોગ થવાથી કોઈ એક ડિફેન્સિવ સ્ટ્રેટેજી અસરકારક નથી.

સોફોસ ઇન્ડિયા અને સાર્કનાં સેલ્સ મેનેજિંગ ડાયરેક્ટર સુનિલ શર્માએ કહ્યું હતું કે, “સાયબર અપરાધીઓ તેમની પદ્ધતિઓ બદલતાં રહે છે અને મહત્તમ નફો મેળવવા માટે વિવિધ પેલોડનો ઉપયોગ કરે છે. 41 ટકા કિસ્સાઓમાં એન્ટ્રીનાં પ્રાથમિક પોઇન્ટ પર સોફ્ટવેરનો ઉપયોગ થતો હતો, પણ તેઓ તમામ એટેકમાં 35 ટકા હિસ્સામાં આ પ્રકારની ટેકનોલોજીનો ઉપયોગ કરે છે, જે દર્શાવે છે કે, એટેક ચેઇનનાં વિવિધ તબક્કાનો તેઓ કેવી રીતે ઉપયોગ કરે છે. અત્યંત જોખમનો સામનો કરતી કંપનીઓનાં સર્વર્સ આંતરિક રીતે ભેદી શકાય છે અને સાયબર અપરાધીઓ આ અને સુરક્ષા સાથે સંબંધિત અન્ય ખામીઓનો લાભ લે છે.”

હાલ થઈ રહેલા એટેક વિસ્તૃત રેન્જમાં, વિવિધ તબક્કાઓમાં અસરકારકતા પ્રદાન કરે છે. ઉદાહરણ તરીકે, સાયબર હુમલાનાં 54 ટકા પીડિત ફિશિંગ ઇમેલ, 39 ટકા રેન્સમવેર અને 48 ટકા ડેટાનાં ઉલ્લંઘન દ્વારા શિકાર બને છે. પ્રતિસાદોને આધારે એમાં નવાઈ ન લાગવી જોઈએ કે 50 ટકા આઇટી મેનેજર્સ સોફ્ટવેરનો ઉપયોગ કરવા, વિશિષ્ટ જોખમો અને/અથવા ટોપ સીક્યોરિટી રિસ્ક તરીકે ઝીરો ડે થ્રેટનો વિચાર કરે છે, ત્યારે 43 ટકા સીક્યોરિટી રિસ્ક તરીકે ફિશિંગનો વિચાર  કરે છે.

સાયબર સીક્યોરિટીનાં અશક્ય કોયડાનું સમાધાન લાવતી સિન્ક્રોનાઇઝ સીક્યોરિટી

સપ્લાય ચેઇન એટેક, ફિશિંગ ઇમેલ, સોફ્ટવેર એક્સપ્લોઇટ, જોખમો, અસુરક્ષિત વાયરલેસ નેટવર્ક વગેરેમાંથી સાયબર જોખમો ઊભા થતાં હોવાથી વ્યવસાયોએ તેમને અગાઉ સામનો ન કર્યો હોય એવા જોખમોને વધારે સારી રીતે ઓળખવા અને ગેપને દૂર કરવામાં મદદરૂપ થાય એવા સીક્યોરિટી સોલ્યુશનની જરૂર છે. સિંગલ ઇન્ટિગ્રેટેડ સિસ્ટમ સોફોસ સીન્ક્રોનાઇઝ સીક્યોરિટી રિયલ-ટાઇમમાં ઓટોમેટિક રીતે ઘટનાઓને પ્રતિસાદ આપવા માહિતી વહેંચવા સોફોસ એન્ડપોઇન્ટ, નેટવર્ક, મોબાઇલ, વાઇ-ફાઈ અને પ્રોડક્ટ એન્ક્રિપ્શનને સંકલિત કરીને જોખમોને અતિજરૂરી વિઝિબિલિટી પ્રદાન કરે છે.સીન્ક્રોનાઇઝ સીક્યોરિટીવિશે વધારી માહિતી Sophos.com પર ઉપલબ્ધ છે.

ધ ઇમ્પોસ્સિબલ પઝલ ઓફ સાયબરસીક્યોરિટી સર્વે ડિસેમ્બર, 2018 અને જાન્યુઆરી, 2019માં હાથ ધરવામાં આવ્યો છે, જે સ્વતંત્ર માર્કેટ રિસર્ચમાં નિષ્ણાતો વચ્ચે હાથ ધરવામાં આવ્યો હતો. આ સર્વેમાં છ ખંડોનાં 12 દેશોમાં 3,100 આઇટી મેનેજર્સની મુલાકાત લેવામાં આવી હતી, જેમાં અમેરિકા, કેનેડા, મેક્સિકો, કોલંબિયા, બ્રાઝિલ, બ્રિટન, ફ્રાંસ, જર્મની, ઓસ્ટ્રેલિયા, જાપાન, ભારત અને દક્ષિણ આફ્રિકા સામેલ છે. કંપનીઓનાં તમામ ઉત્તરદાતાઓ 100થી 5,000 કર્મચારીઓ વચ્ચે હતાં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.