Western Times News

Gujarati News

આગળની સીટ પર મુસાફરોની સલામતી માટે એરબેગ ફરજિયાત બનાવવાનો પ્રસ્તાવ

સહચાલકો માટે એરબેગ પૂરા પાડવાની ફરજિયાત સૂચિત જોગવાઈ વિશે લોકોના સૂચનો મંગાવાયા

માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલયે મુસાફરોની સલામતીને પ્રોત્સાહન આપવા માટે એક મહત્વપૂર્ણ પગલા લેતા ડ્રાઇવરની આગળની સીટ પર મુસાફરોની સલામતી માટે એરબેગ ફરજિયાત બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ પગલાના અમલીકરણ માટે સૂચિત સમય મર્યાદા નવા મોડેલ માટે 01 એપ્રિલ, 2021 અને હાલના મોડેલ માટે જૂન 01, 2021 છે.

આ આશય માટે, મંત્રાલયની વેબસાઇટ પર તારીખ 28 ડિસેમ્બર 2020 ના રોજનો જીએસઆર -797 (ઇ) નો મુસદ્દો જાહેર કરવામાં આવ્યો છે. આ સૂચનાની તારીખથી 30 દિવસ પછી, બધા હિસ્સેદારોના સૂચનો / ટિપ્પણીઓ  [email protected]  ઇમેઇલ સરનામાં પર આમંત્રિત છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.