Western Times News

Gujarati News

આઇટીઆઇમાં વ્યવસાયલક્ષી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા ઓનલાઇન અરજી કરવી

વડોદરા રોજગાર અને તાલીમ ખાતાની ગ્રાન્ટ ઇન એઇડ આઇટીઆઇ વડોદરા, છોટાઉદેપુર, આણંદ, ખેડા, મહીસાગર, પંચમહાલ અને દાહોદ જિલ્લામાં કાર્યરત છે. જેમાં વિવિધ પ્રકારના NCVT/GCVT પેટર્નના વ્યવસાયલક્ષી અભ્યાસક્રમોમાં પ્રવેશ શરૂ  છે. પ્રવેશ મેળવવા ઇચ્છુક ઉમેદવારોએ ઓનલાઇન પ્રવેશફોર્મ ભરવું. પ્રવેશફોર્મ ભરવા માટે ઉમેદવારોએ તેમના રહેઠાણની નજીકની કોઇપણ આઇટીઆઇ ખાતે(સવારે ૧૧ થી સાંજે ૫ સુધીમાં) રૂ.૨૦ (ફોર્મ દીઠ) ભરી શકાશે. આ પ્રવેશ ફોર્મ તા. ૧ જૂન (સવારે ૧૦:૩૦ કલાક) થી તા.૨૧ જૂન-૨૦૧૯ (સાંજે ૫ સુધી) ઓનલાઇન પ્રવેશ ફોર્મ ભરી શકાશે.

ઓનલાઇન ભરેલ ફોર્મ બારકોડેડ પ્રવેશ ફોર્મ (શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો સાથે તથા અન્ય લાગુ પડતા પ્રમાણપત્રો સહ) કોઇપણ આઇટીઆઇમાં નિયત રૂ. ૫૦(ફોર્મ દીઠ) રજીસ્ટ્રેશન ફી ભરીને તા.૨૪/૦૬/૨૦૧૯ સાંજે ૫ વાગ્યા સુધીમાં રજીસ્ટ્રેશન કરાવી શકાશે. આઇટીઆઇમાં ભરવાપાત્ર બેઠકો, એફિલિએશન અંગેની વિગતો તથા પ્રવેશ અંગેની અન્ય વિગતો જાણવા http://www.talimrojgar.gujarat.gov.in પરથી ઓનલાઇન મેળવી શકાશે. વધુ માહિતી-માર્ગદર્શન માટે નજીકના આઇટીઆઇનો સંપર્ક કરવો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.