Western Times News

Gujarati News

૨૦૨૦ના વર્ષમાં ૩૮ લાંચિયા અધિકારીઓ પાસેથી ૫૦ કરોડ મળ્યા

પ્રતિકાત્મક

અમદાવાદ: ૨૦૨૦ના વર્ષમાં લાંચિયા અધિકારીઓ અને કર્મચારીઓ ફરતે ગાળિયો કસવામાં લાંચરુશ્વત વિરોધી બ્યૂરોને સારી સફળતા પ્રાપ્ત થઈ છે. છેલ્લા પાંચ વર્ષની સરખામણીમાં સૌથી વધુ લાંચિયા અધિકારીઓ-કર્મચારીઓ આ વર્ષે પકડાયા છે.

રાજ્યના અલગ-અલગ વિભાગના કુલ ૩૮ અધિકારીઓ-કર્મચચારીઓની ૫૦ કરોડ ૧૧ લાખ ૧૨ હજાર ૮૨૪ (રૂ. ૫૦,૧૧,૧૨,૮૨૪) રૂપિયાની આવક કરતાં વધુ સંપત્તિનો ખુલાસો થયો છે. ૨૦૨૦ના વર્ષમાં એન્ટી કરપ્શન બ્યૂરોની ટીમે કુલ ૧૯૮ કેસ કર્યા છે. ૩૦૭ લાંચિયાઓની ધરપકડ કરી છે અને સજાનું પ્રમાણ ૧૭ ટકા વધ્યું છે. એકંદરે ૨૦૨૦નું વર્ષ એસીબી માટે સફળ રહ્યું તેમ કહી શકાય.

એસીબીના વડા ડૉ. કેશવકુમાર સીબીઆઈમાં ફરજ બજાવી ચૂક્યા છે. વળી, તેઓ પ્રામણિક અને વહીવટી કુશળતા ધરાવતા કડક અધિકારી છે. જેથી કોઈને પણ શેહ-શરમ રાખ્યા વિના એસીબીની ટીમ નિષ્પક્ષ રીતે કામ કરી રહી છે. તેનું પરિણામ જાેવા મળ્યું છે.

વીતેલા વર્ષની કામગીરીના સરવૈયા પર નજર કરીએ તો, સરકારી અધિકારી-કર્મચારી અને ખાનગી વ્યક્તિ મળીને કુલ ૩૦૭ સામે ૧૯૮ કેસ નોંધાયા છે. જેમાં ૭ ક્લાસ વન ઓફિસર, ૪૧ ક્લાસ ટુ ઓફિસર, ૧૫૦ ક્લાસ થ્રી ઓફિસર અને ૯૭ અન્ય વ્યક્તિઓનો સમાવેશ થાય છે. આવક કરતાં વધુ સંપત્તિ શોધી કાઢવામાં એસીબીની ટીમ સફળ રહી છે.

ત્યારે રકમ અને સંખ્યા બંને એસીબીના ઈતિહાસની અભૂતપૂર્વ ઘટના ગણી શકાય. કુલ ૩૮ અધિકારીઓ-કર્મચારીઓ પાસેથી ૫૦ કરોડથી વધુની બેનામી સંપત્તિ હાથ લાગી છે. જેમાં ૩ ક્લાસ વન અધિકારી, ૧૧ ક્લાસ ટુ ઓફિસર અને ૨૪ ક્લાસ થ્રી ઓફિસરનો સમાવેશ થાય છે. કુલ ૧૯૮ ગુનામાંથી ૧૭૪માં ચાર્જશીટ કરી દેવામાં આવી છે. મહત્વનું છે કે, ગુજરાત એન્ટી કરપ્શન બ્યૂરોમાં એક ખાસ ટીમની રચના કરવામાં આવી છે. ભારતમાં કોઈ સ્થળે આ રીતે એસીબીની ખાસ ટીમ કાર્યરત નથી.

આવક કરતાં વધુ સંપત્તિ શોધવા માટે આસિસ્ટન્ટ ડાયરેક્ટરના વડપણ હેઠળ બીડીએ (બેનામી અને અપ્રમાણસર મિલકત યુનિટ)ની રચના કરવામાં આવી છે. તદ્‌ઉપરાંત જ્યારે આશિષ ભાટિયા (હાલ ડીજીપી) એસીબીના વડા હતા ત્યારે તેમણે આધુનિક ટેક્નોલોજીના ઉપયોગનો પ્રારંભ કરાવ્યો હતો. જેમાં કેશવકુમારે વધારો કરીને ટેક્નિકલ રીતે છઝ્રમ્ની ટીમને વધુ મજબૂત કરી છે. કેશવકુમારનો સ્વભાવ માત્ર કામગીરી પૂરતો મર્યાદિત રહ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.