Western Times News

Gujarati News

ભરૂચમાં નર્મદા નદીની જળ સપાટી ૨૪ ફૂટે સ્થિર

દરિયામાં ભરતીના કારણે નદીના પાણી અવરોધાયા-જળ સપાટી માં ધીમો ધટાડો પરંતુ વરસાદ યથાવટ
(વિરલ રાણા, ભરૂચ)  નર્મદા ડેમ માંથી ૬ લાખ કયુસેક પાણી છોડાતા ભરૂચ ના નર્મદા નદી માં ધોડાપુર ની સ્થિતિ ઉભી થતા જળ સપાટી મોડી રાત્રી એ ૨૯.૫ ફૂટે પહોંચતા ત્રણ તાલુકા ના ૨૩૧૨ લોકો ને સ્થળાંતરિત કરાયા હતા.બીજા દિવસે સવારે પણ નર્મદા નદી ની જળ સપાટી ઘટવાના બદલે ૨૪ ફૂટે સ્થિર રહી હતી.દરિયામાં ભરતી ના કારણે પૂર ના પાણી અવરોધતા જળ સપાટી માં નહિવંત ઘટાડો દેખાયો હતો.

નર્મદા નદી માં છેક છ વર્ષ બાદ પૂર ની સ્થિતિ ઉદ્દભવી હતી.નર્મદા ડેમ ની ઉંચાઈ વધતા છ વર્ધ થ૮ઇ સૂકી ભઠ બની હતી.રણ જેવી બનેલી નદી માં પૂર આવતા જિલ્લા ના ખેડૂતો અને માછીમારો સહીત લોકો માં એક તરફ ખુશી નો માહોલ હતો.તો બીજી તરફ ત્રણ તાલુકા ના પૂર અસરગ્રસ્ત ૧૦ ગામો અને શહેર ના નીચાણવાળા વિસ્તાર માંથી ૨૩૧૨ લોકો ને સ્થળાંતરિત કરાયા હતા.દરમ્યાન રાત્રી ના સમયે ભરૂચ માં નર્મદા નદી ની સપાટી ૨૯.૫ ફૂટે પહોંચી હતા.આ તરફ બપોરે ૧૨ વાગ્યા ની આસપાસ નર્મદા ડેમ ના તમામ દરવાજા બંધ કરી દેવાતા ડેમ માંથી પાણી ની આવક બંધ થઈ હતી પરંતુ ઓરસંગ અને હેરણ નદી સહીત ની નદીઓ ના પૂર ના પાણી નર્મદા નદી માં ઠલવાતા નર્મદા માં પૂર ની સ્થિતિ બીજા દિવસે પણ યથાવત રહી હતી.

આજરોજ દશમ નો દિવસ હોય સવારે દરિયા માં ભરતી આવતા નર્મદા ના પૂર ના પાણી અવરોધતા ભરૂચ માં જળ સપાટી માં દિવસ દરમ્યાન નહીવત ઘટાડો થયો હતો.દરિયામાં નર્મદા ના પાણી ના સમાતા ભરૂચ માં સાંજે જળ સપાટી ૨૪ ફૂટે સ્થિર રહી હતી.જો કે નર્મદા ડેમ માંથી વધુ પાણી ના છોડાતા તંત્ર સહીત લોકો એ રાહત નો શ્વાસ લીધો હતો.
ઉલ્લેખનીય છે કે મોડી સાંજે ભરતી ના પાણી ઓસરતા નદી ની જળ સપાટી માં પણ ઘટાડો થવાની શક્યતા છે.પરંતુ સાંજે પુનઃ દરિયા ની ભરતી આવવાના પગલે પાણી નો ધટાડો અવરોધાય તેવી શક્યતાઓ છે.

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.