Western Times News

Gujarati News

ભિલોડા સાંઈ હોટલમાં દારૂ ભરી પહોંચેલી I-20 કારમાંથી ૯૩ હજારના દારૂ સાથે મહિલા બુટલેગરને દબોચી

એલ.સી.બી પોલીસે :લકઝરી બસમાંથી ૧૦૮ બોટલ ઝડપી  

પ્રતિનિધિ દ્વારા ભિલોડા: ગુજરાત રાજ્યમાં દારૂબંધી હોવા છતાં પરપ્રાંતમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ઘુસાડવામાં આવી રહ્યો હોવાની સાથે મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો વેપલો થઇ રહ્યો છે.ભિલોડા નજીક આવેલી સાંઈ હોટલ માલિક રમેશ વણઝારા વર્ષોથી પોલીસની મીલી ભગતથી વિદેશી દારૂનો ઠેકો ચાલતો હોવાનું જગજાહેર છે.

સાંઈ હોટલમાં વિદેશી દારૂની ડીલેવરી કારમાં થતી હોવાની બાતમી એલસીબી પોલીસને મળતા છેલ્લા કેટલાક સમયથી વોચ ગોઠવી હતી આઈ-૨૦ કારમાં યુવક-મહીલા દારૂની ડીલેવરી આપવા પહોંચતા એલસીબી પોલીસ ત્રાટકી હતી.

પોલીસ જોઈ કાર ચાલકે હોટલ પાછળ કાર કોતરોમાં દોડાવી મૂકી કાર ચાલક ફરાર થઇ ગયો હતો જયારે મહિલાને ઝડપી લઈ કારમાંથી ૯૩ હજારનો દારૂ જપ્ત કર્યો હતો શ્રીનાથ ટ્રાવેલ્સની લકઝરીમાં વિદેશી દારૂની ખેપ મારતા ડ્રાઈવર અને ક્લીનરને ૧૦૮ બોટલ સાથે દબોચી લીધા હતા.

અરવલ્લી જીલ્લામાં એસ.પી સંજય ખરાતના આગમન પછી દેશી વિદેશી દારૂની બદી પર પોલીસ અંકુશ મેળવવા સતત દોડી રહી છે.

અરવલ્લી એલ.સી.બી પી.આઈ આર.કે.પરમારને ભિલોડા નજીક આવેલી સાંઈ હોટલમાં નામચીન બુટલેગર રમેશ વણઝારા ખુલ્લેઆમ શરાબનો વેપલો કરતો હોવાની અને કારમાં વિદેશી દારૂનો જથ્થો હોટલમાં ઠલવાતો હોવાની બાતમી મળતા એલસીબી પોલીસે સાંઈ હોટલની આજુબાજુમાં ધામા નાખી દીધા હતા

ત્યારે આઈ-૨૦ કારમાં વિદેશી દારૂ ભરી યુવક અને મહિલા બુટલેગર પહોંચતા પોલીસે કારને અટકવાનો પ્રયત્ન કરતા કાર ચાલકે હોટલની પાછળના ભાગે કાર ભગાડતા કારનો પીછો કરતા કાર ચાલક કોતરોમાં નાસી ગયો હતો

કારમાં રહેલી ભાણમેરની  મહિલા કૈલાશ મહેશ ક્લાસવાને ઝડપી પાડી કારની તલાસી લેતા કારમાંથી ૯૩ હજારનો વિદેશી દારૂ ઝડપી પાડી કાર,વિદેશી દારૂ,મોબાઈલ મળી કુલ રૂ.૫૯૫૫૦૦/-નો મુદ્દામાલ જપ્ત કરી ફરાર બુટલેગર સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.

અમદાવાદ-ઉદેપુર હાઈવે પર એલસીબી પોલીસે રાજસ્થાન તરફથી આવતા વાહનોંની તાપસ હાથધરી હતી શ્રીનાથ ટ્રાવેલ્સ લખેલી લકઝરીને બસ અને ડેકીમાં તલાસી લેતા ડેકીમાં પ્લાસ્ટિકના કોથળામાં છૂટી બોટલ નંગ-૧૦૮ કીં.રૂ.૫૪૦૦૦/- મળી આવતા પોલીસે લકઝરી બસ ચાલક સુભાષ હુકારામ જાટ અને ક્લીનર ઘનશ્યામ રામેશ્વરલાલ મેઘવાલ (બંને,રહે રાજસ્થાન) ની ધરપકડ કરી લકઝરી બસ,મોબાઈલ અને વિદેશી દારૂ મળી કુલ રૂ.૨૫૫૬૫૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરી બંનેને જેલના સળિયા પાછળ ધકેલી દઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જીત ત્રિવેદી,ભિલોડા,જી.અરવલ્લી 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.