Western Times News

Gujarati News

ભારતીયોની કામ પર ગાડી લઈને જવા ‘કમ્ફર્ટ ઝોન’ની પરિભાષા બદલાઈ ગઈ

·         સિટ્રન ઇન્ડિયાએ કરેલા સંશોધનમાં સુવિધાની બદલાયેલા સ્ત્રોતો અને સ્તરનો ખુલાસો

·         સંશોધનના તારણો ભારતમાં 10 શહેરોમાં 1,801 ઇન્ટરવ્યૂ પર આધારિત છે; ફિલ્ડવર્ક ઇન્નોવેટિવ રિસર્ચ સર્વિસીસ, મુંબઈએ કર્યું હતું

સુવિધા રોજિંદા જીવનનું અભિન્ન અંગ છે અને આ જ વાતનો ખુલાસો સિટ્રન ઇન્ડિયાએ ભારતીયો ક્યાં અને કેવી રીતે સુવિધા મેળવવા ઇચ્છે એના પર હાથ ધરેલા નવા સંશોધનમાં થયો છે. સિટ્રન ઇન્ડિયાના ‘કમ્ફોર્ટોલોજી’ નામનાં સંશોધનમાં વિવિધ તબક્કામાં ભારતીયોના સુવિધાનાં સ્તર વિશે કેટલીક ઉપયોગી જાણકારી મળી છે, જેમાં સૌથી વધુ ભાર મોબિલિટી કે પરિવહન પર મૂકવામાં આવ્યો છે.

આ સંશોધનના તારણોમાં સુવિધાને લઈને લોકોની વિભાવના અને પરિભાષા પર રોગચાળાની અસર થઈ હોવાનો ખુલાસો પણ થયો છે. આ સંશોધન ભારતના 10 શહેરોમાં હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ વય અને જાતિના કુલ 1801 ઉત્તરદાતાઓ સામેલ થયા હતા.

આ સંશોધનમાં મુખ્ય તારણો પૈકીનું એક તારણ સુવિધા અને પ્રવાસ કે અવરજવર વચ્ચે અનિવાર્ય જોડાણને દર્શાવે છે, ખાસ કરીને માર્ગ દ્વારા અવરજવરમાં તથા આના પર ભારતીયોનાં અનુભવ વિશે, જેમાંથી કેટલાંક તારણો નીચે મુજબ છેઃ

•          19 ટકા ઉત્તરદાતાઓએ કામ પર જવા માટે તેમના ડ્રાઇવનાં સમયને ‘તેમના દિવસનો સૌથી વધુ પ્રતિકૂળ ગાળો કે કલાક’ ગણાવ્યો હતો, જે માટે માર્ગ પરનાં ખાડાં અને આંચકા વગેરે જવાબદાર છે

•          29 ટકા ઉત્તરદાતાઓએ સ્વીકાર્યું હતું કે, કામ પર ડ્રાઇવ કરીને જવાનો સમય બહારથી અતિ ઘોંઘાટમય હોય છે / હોર્ન સાંભળીને તેમનું માથું ફાટી જાય છે. આ સ્થિતિમાં તેઓ ભાગ્યે જ બીજી કોઈ બાબતનો વિચાર કરી શકે છે

•          16 ટકા ઉત્તરદાતાઓએ તેમના મિત્રોને ફોન કરીને તેમની સાથે વાત કરતા હોવાનું જણાવ્યું હતું; પણ ગીચ ટ્રાફિકને કારણે આ પ્રકારનો સંવાદ અતિ મુશ્કેલ અને અસુવિધાજનક હોવાનું જણાવ્યું હતું

•          49 ટકા ભારતીયો ડ્રાઇવ કરતાં પીઠનો દુઃખાવો, ગરદનનો દુઃખાવો અને અન્ય શારીરિક સમસ્યા અનુભવે છે

સિટ્રન ઇન્ડિયાના સેલ્સ એન્ડ માર્કેટિંગના સીનિયર વાઇસ પ્રેસિડન્ટ શ્રી રોલેન્ડ બાઉચરે સંશોધનના મુખ્ય તારણો અને એના ઉદ્દેશ પર કહ્યું હતું કે, “સુવિધા – કે પ્રતિકૂળતા – ડ્રાઇવિંગના અનુભવનું નિર્ણાયક પાસું છે. રોડ યુઝર્સ અને વાહનના ગ્રાહકો માટે પણ આ મુખ્ય નિર્ણાયક પાસું છે.

ભારતમાં નવી સિટ્રન C5 એરક્રોસ SUV લોંચ અગાઉ શ્રી રોલેન્ડ બાઉચરે બ્રાન્ડની સુવિધા પ્રત્યે પ્રતિબદ્ધતા અને જોડાણ પર ભાર મૂક્યો હતો. તેમણે સમજાવ્યું હતું કે, બ્રાન્ડનું હાર્દરૂપ મૂલ્ય તમામ સ્વરૂપમાં સુવિધા છે. તેમણે ઉમેર્યું હતું કે, “વર્ષ 1919થી સિટ્રન પરિવર્તનકારક મોટર ફ્લોટ્ટન્ટ (ફ્લોટિંગ એન્જિન)થી પ્રોગ્રેસિવ હાઇડ્રોલિક કુશન્સ® સાથે ઇનોવેટિવ સસ્પેન્શન સુધી ઓટોમોટિવ સુવિધામાં મોખરે છે.

આ સંશોધન રોજિંદા જીવનમાં ભારતીયો કેવી રીતે અને ક્યાં સુવિધા ઇચ્છે છે એના પર વિશિષ્ટ ઉપયોગી જાણકારી પ્રદાન કરે છે તેમજ સાથે સાથે ભારતીયો કેવી રીતે પ્રવાસ કરે છે એ વિશે પણ માહિતી આપે છે. ઉદાહરણ તરીકે, શરૂઆતના તારણો સ્પષ્ટપણે રોગચાળાથી લોકોની સુવિધાની સમજણ અને પરિભાષા પર અસર થઈ હોવાનું દર્શાવે છે;

રોગચાળા અગાઉ 25 ટકા ઉત્તરદાતાઓ ટૂંકા પ્રવાસ (3 કિલોમીટર સુધી) માટે પ્રાઇવેટ કારને સુવિધાજનક માનતા હતા, આ આંકડો અત્યારે વધીને 34 ટકા થઈ ગયો છે. આ જ ગાળામાં શેર્ડ/પબ્લિક ટ્રાન્સપોર્ટ (બસ/ટ્રેન) માટેની પસંદગી 28 ટકાથી ઘટીને ફક્ત 12 ટકા રહી છે.”

ઓટોમોટિવ દુનિયામાં સુખસગવડ કે સુવિધા સિટ્રન સાથે પર્યાય છે. સિટ્રનની સુવિધાની ફિલોસોફીનાં હાર્દમાં ડ્રાઇવિંગ અને પ્રવાસને સરળ બનાવવા વ્યવહારિકતા અને વિવિધતાનો વિચાર સમાયેલો છે. જેટલું દરરોજ ઉપયોગી કારમાં ડ્રાઇવિંગ સરળ હશે, એટલું આનંદદાયક અને સુવિધાજનક બનશે.

સિટ્રન માટે સુવિધા એટલે સ્વાભાવિક અને સરળતાપૂર્વક ઉપયોગ થાય એવી ટેકનોલોજી સાથે અતિ સુવિધાજનક, ઉપયોગમાં સરળ કેબિનની ડિઝાઇનનો સમન્વય છે. વ્યાપક ઓટોમોટિવ ક્ષેત્રમાં ટેકનોલોજી કારમાં વધારે મહત્ત્વ ધરાવશે – કેટલાંક કેસમાં યુઝર-ફ્રેન્ડલીનેસ હાનિકારક છે.

એનાથી વિપરીત સિટ્રન નવી ટેકનોલોજી એ રીતે લાગુ કરવા ઇચ્છે છે, જે એની કારને ઉપયોગ કરવામાં સરળ બનાવે છે અને સુવિધા વધારે છે. મહત્તમ ‘લિવિંગ કમ્ફર્ટ’ ઓફર કરતી કારનો વિકાસ સિટ્રનનાં સંપૂર્ણ ઇતિહાસ સાથે જોડાયેલો છે.

સિટ્રનનાં સુવિધામાં માપદદંડ સિટ્રન એડવાન્સ્ડ કમ્ફર્ટ® પ્રોગ્રામમાં પ્રતિબિંબિત થાય છે, જેનો ઉદ્દેશ દરેક પેસેન્જરને શ્રેષ્ઠ સુવિધા આપવાનો છે. અમારા માટે ડ્રાઇવિંગના સંપૂર્ણ અનુભવ માટે સુવિધા હાર્દરૂપ છે. અમારી ડિઝાઇનો અને ખાસિયતોનો ઉદ્દેશ ડ્રાઇવર પર માનસિક ભારણ ઘટાડવાનો, લાઇટ, સ્પેશિયસ કેબિન ફોર્મેટ્સ સાથતે ક્વેલર ડ્રાઇવર આઇડ્સનો સમન્વય કરવાનો છે. આ તમામ પાસાં તણાવમુક્ત પ્રવાસનું વાતાવરણ ઊભું કરે છે, ઇનોવેટિવ સોલ્યુશનો અને સ્માર્ટ ટેકનોલોજી તમામ પેસેન્જરો માટે શરીર અને મનની સુખાકારી સુનિશ્ચિત કરે છે.”

સિટ્રન ઇન્ડિયાનો ‘કમ્ફર્ટોલોજી’ સંશોધનમાં ભારતીયોની સુવિધાના સ્તર વચ્ચે કેટલાંક ઊડીને આંખે વળગે એવા ફરકનો પણ ખુલાસો થયો છે; આશરે ચોથા ભાગના (23 ટકા) વર્ક ફ્રોમ હોમ (ડબલ્યુએફએમ)ને ‘અતિ સુવિધાજનક’ ગણાવ્યું હતું, ત્યારે આટલા જ લોકો (22 ટકા)એ એને એનાથી સંપૂર્ણપણે વિપરીતત (‘અતિ પ્રતિકૂળ’) ગણાવ્યું હતું.

જાતિની દ્રષ્ટિએ પુરુષોની સરખામણીમાં મહિલાઓ ઘરમાં રહીને કામ કરવા દરમિયાન કામ અને ગૃહસ્થ જીવન વચ્ચે સારું સંતુલન સ્થાપિત કરી શકે છે; કોવિડ-19 ગાળા દરમિયાન ફક્ત 49 ટકા પુરુષોની સરખામણીમાં બે તૃતિયાંશ (66 ટકા) મહિલા ઉત્તરદાતાઓએ આ બંને જવાબદારીઓ અદા કરવામાં વધારે ‘સુવિધા’ અથવા ‘અતિ સુવિધા’ હોવાનું જણાવ્યું હતું.

સિટ્રન ઇન્ડિયાએ આ તારણો વિગતવાર અહેવાલ પ્રકાશિત થયા અગાઉ બહાર પાડ્યો છે, જેમાં ચકાસણી દરમિયાન સુવિધાના સ્ત્રોતો અને સુવિધાની પ્રકૃતિમાં ફેરફાર થઈ શકે છે. સિટ્રન ઇન્ડિયાનો ‘કમ્ફર્ટોલોજી’ રિપોર્ટ જાન્યુઆરી, 2021માં સંપૂર્ણપણે પ્રકાશિત થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.