Western Times News

Gujarati News

મુદત પહેલાં જ વિદાયના સંકેતથી ટ્ર્‌મ્પની મુશ્કેલી વધી

વોશિંગ્ટન: કેપિટલ હિલ હિંસા મામલે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મુશ્કેલીઓમાં વધારો થયો છે. તેમને તેમના કાર્યકાળથી પહેલા જ હટાવવાની માંગ વધી રહી છે. આ વચ્ચે, અમેરિકાના પ્રતિનિધિ સભાની સ્પીકર અને ટ્રમ્પની વિરોધી નેન્સી પેલોસીએ સ્પષ્ટ કર્યું છે કે, ડોનાલ્ડ ટ્રમ્પને મહાભિયોગનો સામનો કરવો પડશે.

તેમણે કહ્યું કે, સદન ટ્રમ્પની સામે મહાભિયોગની કાર્યવાહી આગળ વધારશે. પેલોસીએ રવિવાર રાતે ડેમોક્રેટ સાંસદોને મોકલેલા એક પત્રમાં કહ્યું છે કે, રાષ્ટ્રપતિ ટ્રમ્પની સામે મહાભિયોગ પ્રસ્તાવ લગાવવામાં આવે. અમેરિકાના સંસદ ભવનમાં ભડકેલી હિંસા પર ડેમોક્રેટ્‌સને કેટલાક રિપબ્લિકન નેતાઓનો સાથ મળી રહ્યો છે.

માનવામાં આવી રહ્યું છે કે, ઉપ રાષ્ટ્રપતિ માઈક પેન્સ પણ ડોનાલ્ડ ટ્રમ્પથી નારાજ છે. જાે ટ્રમ્પની સામે મહાભિયોગ પ્રસ્તાવ આવે છે, તો આ બીજી તક હશે જ્યારે તેમને આ પ્રકારની સ્થિતિનો સામનો કરવો પડશે. પેલોસીએ તેમના પત્રમાં લખ્યું છે કે, જેમણે આપણા લોકતંત્ર પર હુમલો કરવા માટે લોકોને ઉશ્કેર્યા, તેમને દોષિત સાબિત કરવા ખુબજ જરૂરી છે.

આ વાતને નિશ્ચિત કરવી જરૂરી છે કે, આ અધિનિયમને રાષ્ટ્રપતિ દ્વારા પ્રોત્સાહન આપવામાં આવ્યું. પોતાના પત્રમાં નેન્સી પેલોસીએ કહ્યું છે કે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ પદ પર રહેવું અમેરિકા માટે જાેખમી છે. કારણ કે ત્યાં એવી સંભાવનાને નકારી નથી કે તેઓ કેપિટલ હિલ હિંસા જેવી ઘટનાઓ માટે ફરીથી તેમના સમર્થકોને ઉશ્કેરશે નહીં.

તેથી, મહાભિયોગ દ્વારા તેમને શક્ય તેટલી વહેલી તકે દૂર કરવો જાેઈએ. આ અગાઉ પેલોસીએ એક નિવેદનમાં કહ્યું હતું કે સંસદના સભ્યો અપેક્ષા રાખે છે કે ટ્રમ્પ તાત્કાલિક રાજીનામું આપે. પરંતુ જાે તે આમ નહીં કરે તો મેં સાંસદ જેમી રસ્કિનની ૨૫ મી સુધારણા અને મહાભિયોગ પ્રસ્તાવ સાથે આગળ વધવા માટે રૂલ્સ કમિટીને નિર્દેશ આપ્યો છે.

ત્યારે, અમેરિકાના ભાવી રાષ્ટ્રપતિ જાે બાઈડેને પણ ટ્રમ્પ પર કાર્યવાહી કરવાને લઈને દબાણ વધાર્યું છે. તેમણે નામ લીધા વગર એક ટ્‌વીટ કર્યું, જેમાં તેમણે લખ્યું છે કે, કાયદો કોઈપણ શક્તિશાળી માણસને બચાવવા માટે નથી. બાઈડેને લખ્યું, આપણા રાષ્ટ્રપતિ કાયદાથી ઉપર નથી. ન્યાય સમાન્ય જનતાની સેવા માટે હોય છે. કોઈ શક્તિશાળી માણસને બચાવવા માટે નહીં. તમને જણાવી દઇએ કે, ડોનાલ્ડ ટ્રમ્પ સમર્થકોએ હાલમાં જ અમેરિકી સંસદ ભવનમાં હિંસા અને તોડફોડ કરી હતી. આ હિંસામાં ૫ લોકોના મોત થયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.