Western Times News

Gujarati News

અમદાવાદ ડિવિઝનના સાબરમતી રેલ્વે ઇન્સ્ટિટ્યૂટ ખાતે રમત-ગમત સ્પર્ધા સંપન્ન

પશ્ચિમ રેલ્વેના અમદાવાદ ડિવિઝનના ઓલ્ડ રેલ્વે કોલોની, સાબરમતી ખાતે સ્થીત રેલ્વે ઇન્સ્ટિટ્યૂટ માં  ક્રિકેટ અને બેડમિંટન સ્પર્ધા યોજવામાં આવી હતી.

આ સ્પર્ધાઓનું ઉદઘાટન ડિવિઝનલ રેલ્વે મેનેજર શ્રી દિપકકુમાર ઝાએ કર્યું હતું. આ સ્પર્ધાઓમાં ડિવિઝનના વિવિધ સ્ટેશનો / યુનિટો ની 22 ટીમોના કુલ 350 રેલ્વે કર્મચારીઓએ ભાગ લીધો હતો. આ ઉપરાંત મહિલા રેલ્વે કર્મચારીઓ અને પુરુષ રેલ્વે કર્મચારીઓની પત્નીઓએ પણ બેડમિંટન સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ સ્પર્ધાઓનું પરિણામ નીચે મુજબ આવ્યું:

ક્રિકેટ સ્પર્ધામાં ડીઝલ શેડ સાબરમતી ટીમ વિજેતા હતી અને ડીઆરએમ ઑફિસની ટીમ રનર અપ રહી હતી.
મહિલા બેડમિંટન સ્પર્ધામાં લતા તિવારી અને શૈવી તિવારી વિજેતા થયા હતા અને રીતુ મીના અને ધાનીયા જય વિજેતા રહી હતી.

પુરૂષોની બેડમિંટન સ્પર્ધામાં જબ્બરસિંહ અને મહેન્દ્ર વિજેતા થયા હતા અને રવિ મીના અને સમીર શાહ રનર અપ બન્યા હતા. ડીઆરએમ શ્રી ઝાએ જણાવ્યું હતું કે આ પ્રકારની સ્પર્ધાઓને કારણે રેલ્વે કર્મચારીઓમાં છુપાયેલી પ્રતિભા ખુલ્લી પડે છે અને રમતગમતના લીધે આરોગ્ય પણ સારું રહે છે. આ સ્પર્ધકોના સફળ સંગઠન માટે 10,000 રૂપિયાનું રોકડ ઇનામ આપીને, રેલ્વે કર્મચારીઓનું મનોબળ વધાર્યું. અને તમામ વિજેતા ખેલાડીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા.

સિનિયર ડિવિઝનલ પર્સનલ ઓફિસર સુનીલ વિશ્નોઇના માર્ગદર્શન હેઠળ રેલ્વે ઇન્સ્ટિટ્યૂટ ઓલ્ડ રેલ્વે કોલોની સાબરમતીના સચિવ શ્રી રવિ મીના અને તેમની સમિતિના સભ્યોએ આ સ્પર્ધા યોજવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.