Western Times News

Latest News from Gujarat

L&Tએ બનાવેલી 91મી K9 વજ્ર-ટી ગનને મુખ્યમંત્રીએ લીલી ઝંડી આપી

Chief Minister of Gujarat Honurable Shri Vijay Rupani along with Mr JD Patil Whole Time Director LT flagged-off the 91st K9 VAJRA-T Gun from LTs Armoured System Complex. 11-01-2021

હઝિરા (ગુજરાત), 11 જાન્યુઆરી, 2021: ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય શ્રી વિજય રુપાણીએ એલએન્ડટીના આર્મર્ડ સિસ્ટમ કોમ્પ્લેક્સ (ASC)માંથી 91મી K9 વજ્ર-ટી ગનને લીલી ઝંડી આપી હતી. સંરક્ષણ મંત્રાલય (MoD)ના આ પ્રોગ્રામમાં નિર્ધારિત સમયથી વહેલા ડિલિવરી કરવાના ટ્રેક રેકોર્ડને જાળવી રાખીને 91મી ગન નિયત તારીખ અગાઉ ડિલિવર કરવામાં આવી હતી – જે એલએન્ડટીની ક્ષમતાઓ અને જટિલ સિસ્ટમની સંકલન કુશળતાઓ, અસરકારક આયોજન અને અમલીકરણ દક્ષતાનો પુરાવો છે.

એલએન્ડટી ડિફેન્સ અત્યારે સંરક્ષણ મંત્રાલયના આંતરરાષ્ટ્રીય સ્પર્ધાત્મક બિડિંગ દ્વારા ભારતીય ખાનગી કંપનીને આપેલા સૌથી મોટા કોન્ટ્રાક્ટ એવોર્ડ અંતર્ગત ‘K9 વજ્ર-ટી’ 155mm/52 કેલિબર ટ્રેક્ડ, સેલ્ફ-પ્રોપેલ્ડ હોવિત્ઝર ગનનું ઉત્પાદન કરે છે. ‘K9 વજ્ર-ટી’ હોવિત્ઝર પ્રોગ્રામમાં એન્જિનીયરિંગ સપોર્ટ પેકેજ (ESP) સાથે 100 સિસ્ટમ ની ડિલિવરી સંકળાયેલી છે,

જેમાં એની કામગીરીના સમયગાળા દરમિયાન હોવિત્ઝર રેજિમેન્ટને ટેકો આપવા આર્મી બેઝ વર્કશોપને સ્પેર્સ, ડોક્યુમેન્ટેશન અને તાલીમ તથા ટેકનોલોજીના હસ્તાંતરણની જાળવણી (MToT) સામેલ છે. “મેક-ઇન-ઇન્ડિયા” અભિયાનના ભાગરૂપે કંપનીએ ગુજરાત રાજ્યના વહીવટીતંત્રના ચોક્કસ આમંત્રણને માન રાખીને સુરત નજીક હઝિરામાં ‘આર્મર્ડ સિસ્ટમ્સ કોમ્પ્લેસ’ (ASC) સ્થાપિત કર્યું છે, જે ગ્રીન-ફિલ્ડ ઉત્પાદન કમ ઇન્ટિગ્રેશન કમ ટેસ્ટિંગ સુવિધા છે.

આ પ્રસંગે એલએન્ડટીના પૂર્ણકાલિન ડાયરેક્ટર અને સીનિયર એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડન્ટ (ડિફેન્સ એન્ડ સ્માર્ટ ટેકનોલોજીસ)   શ્રી જે ડી પાટિલે કહ્યું હતું કે, “K9 વજ્ર જેવા આર્મર્ડ પ્લેટફોર્મ્સનું ઉત્પાદન મોટી બહુસ્તરીય અસર, રોજગારીની નવી તકોના સર્જન સાથે ભારતીય અર્થતંત્રમાં પ્રદાન કરે છે તથા ભારતના સંરક્ષણ ઔદ્યોગિક આધારને ઊભો કરવામાં નોંધપાત્ર ભૂમિકા ભજવે છે.

ગુજરાત રાજ્યમાં આર્મર્ડ સિસ્ટમ્સ કોમ્પ્લેક્સમાં માળખાગત સુવિધાના સર્જનનો અનુભવ, ટ્રેક રેકોર્ડ, ક્ષમતાઓ સાથે અમે આપણા સશસ્ત્ર દળો માટે ભારતના ભવિષ્યના આર્મર્ડ પ્લેટફોર્મ્સને વિકસાવવા, પાત્રતા મેળવવા અને નિર્માણ કરવા સજ્જ છીએ. ગુજરાત રાજ્યની એરોસ્પેસ અને સંરક્ષણ નીતિ અંતર્ગત સ્થાપિત આ કોમ્પ્લેક્સમાં આર્મર્ડ સિસ્ટમ્સનું નિર્માણ થાય છે, જે રાજ્યની પ્રગતિશીલ નીતિઓ અંતર્ગત મુખ્ય સંરક્ષણ ઉત્પાદન એકમ છે.”

તેમણે ઉમેર્યું હતું કે, “91મી વજ્ર હોવિત્ઝરની ડિલિવરી સાથે અમે ઓન્લી ઇન-સર્વિસ, 155mm/52 કેલિબર આર્ટિલરી ગનની ડિલિવરી નિયત સમય અગાઉ કરીને એક વાર ફરી ઉદ્યોગમાં નવો માપદંડ સ્થાપિત કર્યો છે. અમને આશા છે અને અમારું માનવું છે કે, કેન્દ્ર સરકારની આત્મનિર્ભર ભારતની નીતિઓ અંતર્ગત કોમ્પ્લેક્સ સ્વદેશી રીતે આર્મર્ડ પ્લેટફોર્મનું નિર્માણ કરવા માટે સતત સપ્લાય ચેઇન બનાવવા સંપૂર્ણપણે સંકળાયેલું રહેશે તથા ગુજરાત રાજ્ય દેશની સેવામાં અત્યાધુનિક ટેકનોલોજી સાથે સજ્જ સંરક્ષણ અને એરોસ્પેસ ઉત્પાદન એકમોને સતત ટેકો અને પ્રોત્સાહન આપતું રહેશે.”

‘K9 વજ્ર-ટી’ સિસ્ટમ્સ 80 ટકાથી વધારે સ્વદેશી કામગીરીના પેકેજ સાથે ડિલિવર થઈ છે અને 50 ટકાથી વધારે સ્વદેશીકરણ (મૂલ્યની દ્રષ્ટિએ) પ્રોગ્રામના સ્તરે થયું છે. એમાં મોટા ભાગના MSMEs સહિત આશરે 1000 ઔદ્યોગિક પાર્ટનર્સ દ્વારા ગનદીઠ સિસ્ટમના 13,000થી વધારે પ્રકારના કમ્પોનેન્ટનું સ્થાનિક સ્તરે ઉત્પાદન સંકળાયેલું છે. આ MSMEsમાંથી 150 ગુજરાત રાજ્યનાં છે.

એલએન્ડટીએ દક્ષિણ કોરિયન પાર્ટનર હાન્વ્હા સિસ્ટમ્સ પાસેથી પ્રાપ્ત મૂળભૂત K9 થંડરનો ઉપયોગ કરીને યુઝર મૂલ્યાંકન પરીક્ષણો માટે વિકસાવેલા પ્રથમ પ્રોટોટાઇપથી ‘K9 વજ્ર-ટી’નું સ્વદેશીકરણ કરવા લક્ષિત અને સતત પ્રયાસો કર્યા છે તેમજ ઇનોવેશન કર્યું છે. આ માટે કંપની સ્વદેશી રીતે ચૌદ મહત્ત્વપૂર્ણ સિસ્ટમ વિકસાવી છે અને એનું ઉત્પાદન કર્યું છે, જેમાં ફાયર કન્ટ્રોલ સિસ્ટમ, ડાયરેક્ટ ફાયર સિસ્ટમ, એમ્મ્યુનિશન હેન્ડલિંગ સિસ્ટમ અને અન્ય પર્યાવરણ નિયંત્રણ અને સલામતીની સિસ્ટમ સામેલ છે, જે ભારતીય કામગીરીની સ્થિતિઓ અને જરૂરિયાતોને અનુરૂપ છે.

ભારતની ચોક્કસ સ્થિતિસંજોગોને ધ્યાનમાં રાખીને વિકસાવેલું વજ્ર વેરિઅન્ટ કઠિન અને વિસ્તૃત ફિલ્ડ પરીક્ષણો દરમિયાન ભારતીય સેનાની જરૂરિયાતોને સંપૂર્ણપણે પૂરી કરે છે.

એલએન્ડટીએ એન્જિનીયર્સની યુવાન ટીમને તૈયાર કરીને સ્વદેશી ઉત્પાદન સામગ્રી વિકસાવી છે તથા તેમને વેપન સિસ્ટમના નિષ્ણાતોની ઇન-હાઉસ ટીમની મદદ સાથે ઉત્પાદનના ઓટોમેશન અને ઇન્ટિગ્રેશનમાં નિષ્ણાત બનાવી છે તેમજ દક્ષિણ કોરિયાની હોન્વ્હા સુવિધામાં તાલીમ આપી છે.

પછી આ ટીમે સપ્લાય ચેઇન પાર્ટનર્સ તેમજ ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક અને તમિલનાડુના રાજ્યોમાંથી એલએન્ડટીનાં પાંચ ડિફેન્સ ઉત્પાદન એકમોની ટીમોને તાલીમ આપી હતી. આ પાંચ એકમોએ હબ એન્ડ સ્પોક સપ્લાય ચેઇન મોડલમાં આશરે 1000 સપ્લાય ચેઇન પાર્ટનર્સ માટે સેવા આપી હતી.

ASC એક અત્યાધુનિક સુવિધા છે, જે સેલ્ફ-પ્રોપેલ્ડ આર્ટિલરી હોવિત્ઝર્સ, ફ્યુચર ઇન્ફન્ટ્રી કોમ્બાટ વ્હિકલ્સ (FICV), ફ્યુચર રેડી કોમ્બાટ વ્હિકલ્સ (FRCV) અથવા ફ્યુચર મેઇન બેટલ ટેંક જેવા અત્યાધુનિક આર્મર્ડ પ્લેટફોર્મ્સનું નિર્માણ અને સંકલન કરે છે.

એલએન્ડટીનાં વિશાળ 755 એકરના હઝિરા ઉત્પાદન સંકુલની અંદર 40 એકરથી વધારે વિસ્તારમાં ફેલાયેલું ASC રોબોટિક આર્મર્ડ હલ એન્ડ ટુર્રેટ વેલ્ડિંગ, સીએનસી મશીનિંગ, સિસ્ટમ એસેમ્બલી અને ઇન્ટિગ્રેશન તથા આર્મર્ડ વાહનો પર મોબિલિટી પરીક્ષણો હાથ ધરવા ટેસ્ટ ટ્રેક્સ સાથે નિર્મિત છે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers