Western Times News

Gujarati News

પહેલા તબક્કામાં સાંસદો અને ધારાસભ્યોને કોરોના વેક્સીન નહીં મુકાય, પીએમ મોદીની સ્પષ્ટતા

નવી દિલ્હી, દેશમાં શનિવારથી કોરાનાની રસી મુકવાના અભિયાનનો પ્રારંભ થશે.આ પહેલા પીએમ મોદીએ સ્પષ્ટ કહ્યુ છે કે, પહેલા તબક્કામાં જે ત્રણ કરોડ લોકોને રસી મુકવામાં આવશે તેમાં હેલ્થ વર્કર્સ અને બીજા ફ્રન્ટલાઈન વર્કર્સ સામેલ છે.આ દરમિયાન કોઈ પણ જન પ્રતિનિધિ રસી મુકાવવા માટે પ્રયત્ન ના કરે.

તેમણે રસીકરણમાં સાંસદો તેમજ ધારાસભ્યોને પ્રાથમિકતા આપવાનો પ્રસ્તાવ ઠુકરાવીને કહ્યુ હતુ કે, લોકોમાં તેના કારણે ખરાબ સંદેશ જશે.ઉલ્લેખનીય છે કે, પીએમ મોદીએ સોમવારે કોવિડની રસીના અભિયાનને લઈને તમામ સીએમ સાથે બેઠક કરી હતી.આ દરમિયાન પોંડીચેરીના મુખ્યમંત્રી વી નારાયણસામીએ માંગણી કરી હતી કે, સાંસદો અને ધારાસભ્યોને તેમાં પ્રાથમિકતા આપવામાં આવે.કારણકે ધારાસભ્યો અને સાંસદને પણ પોતાના મત વિસ્તારમાં લોકોને સતત મળવાનુ થતુ હોય છે.

જોકે પીએમ મોદીએ કહ્યુ છે કે, પહેલા તબક્કામાં હેલ્થ વર્કર્સ અને ફ્રન્ટ લાઈન વર્કર્સને જ રસી મુકાશે.જેનો તમામ ખર્ચ સરકાર ઉઠાવશે.બીજા તબક્કામાં 50 વર્ષથી ઉપરના અને ગંભીર બીમારીઓ ધરાવતા લોકોને રસી આપવામાં આવશે.આવા લોકોની સંખ્યા 27 કરોડ છે.પહેલા તબક્કા બાદ વેક્સીનના બીજા વિકલ્પો પણ આપણી પાસે હશે.તે સમયે વિચારણા કરવામાં આવશે.મુખ્યમંત્રીઓએ એ વાતનુ ધ્યાન રાખવુ પડશે કે , કોઈ નેતા લાઈન તોડીને આગળ ના આવી જાય.

તેમણે અપીલ પણ કરી હતી કે, કોરોના રસીને લઈને કોઈ અફવા ના ફેલાય તેનુ ધ્યાન રાખવુ પડશે.કારણકે દુનિયાના ઘણા તત્વો એવા છે જે આ અભિયાનમાં વિઘ્ન નાંખવા માટે તૈયાર છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.