Western Times News

Latest News from Gujarat

ઇન્ડિગો પેઇન્ટ્સનો IPO 20 જાન્યુઆરી, 2021ના રોજ ખુલશે-રૂ. 1488- 1490ની પ્રાઇસ બેન્ડ 

અમદાવાદ, ભારતમાં ટોચની પાંચ પેઇન્ટ કંપનીમાં સૌથી ઝડપથી વૃદ્ધિ પામનારમાંથી એક અને નાણાકીય વર્ષ 2020 માટે કામગીરીમાંથી તેની મહેસૂલની દૃષ્ટિએ ભારતમાં ભારતીય ડેકોરેટિવ પેઇન્ટ ઉદ્યોગમાં પાંચમી સૌથી વિશાળ કંપની (સ્રોતઃ એફએન્ડએસ રિપોર્ટ) પુણે સ્થિત ઇન્ડિગો પેઇન્ટ્સ લિમિટેડ (કંપની) બુધવાર, 20મી જાન્યુઆરી, 2021ના રોજ ઇક્વિટી શેર (ઓફર / આઈપીઓ)ની તેની ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ સંબંધમાં બિડ/ ઓફરના સમયગાળામાં ખોલશે.

બિડ/ ઓફરનો સમયગાળો શુક્રવાર, 22મી જાન્યુઆરી, 2021ના રોજ બંધ થશે. કંપની બુક રનિંગ લીડ મેનેજર્સ (બીઆરએલએમ) સાથે સલાહમસલત કરીને એન્કર રોકાણકારો દ્વારા સહભાગનો વિચાર કરી શકે છે, જે બિડ/ ઓફર ખોલવાની તારીખના એક કામકાજના દિવસના પૂર્વે રહેશે.

આઈપીઓમાં કંપની (“નવો ઇશ્યુ”) અને સિક્યોયા કેપિટલ ઇન્ડિયા ઇન્વેસ્ટમેન્ટ્સ IV અને એસસીઆઈ V(“ઇન્વેસ્ટર સેલિંગ શેરહોલ્ડર્સ”) અને પ્રમોટર સેલિંગ શેરહોલ્ડર, હેમંત જાલન (“પ્રમોટર સેલિંગ શેરહોલ્ડર” અને ઇન્વેસ્ટર સેલિંગ શેરહોલ્ડર્સ, “સેલિંગ શેરહોલ્ડર્સ” સાથે એકત્રિત અને સેલિંગ શેલહોલ્ડર્સ દ્વારા ઇક્વિટી શેરોની આવી ઓફર, “ઓફર ફોર સેલ”) દ્વારા 5,840,000 સુધી ઇક્વિટી શેરો વેચાણ માટે ઓફર દ્વારા એકત્રિત રૂ. 3000 મિલિયનના ઇક્વિટી શેરો નવેસરથી જારી કરવાનો સમાવેશ થાય છે.

ઓફરમાં કંપનીના પાત્ર કર્મચારી (“એમ્પ્લોયી રિઝર્વેશન હિસ્સો”) દ્વારા સબ્સ્ક્રિપ્શન માટે 70,000 સુધી ઇક્વિટી શેરોના રિઝર્વેશનનો સમાવેશ થાય છે. કંપની અને સેલિંગ શેરહોલ્ડરો બીઆરએલએમ સાથે સલાહમસલત કરીને એમ્પ્લોયી રિઝર્વેશન હિસ્સામાં બિડિંગ કરતા પાત્ર કર્મચારીઓને ઓફર ભાવના ઇક્વિટી શેર દીઠ રૂ. 148નું ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે.

ઉપરાંત ઓફર ભાવે અથવા તેથી વધુમાં પ્રાપ્ત પ્રમાણિત બિડ્સને આધિન સેબી આઈસીડીઆર રેગ્યુલેશન્સ અનુસાર નેટ ઓફરના 15 ટકાથી ઓછા નહીં તે રીતે બિન- સંસ્થાકીય બિડરોને પ્રમાણસર આધારે ફાળવણી માટે અને રિટેઇલ વ્યક્તિગત બિડરોને ફાળવણી માટે નેટ ઓફરના 35 ટકાથી ઓછા નહીં તે રીતે ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે.

ઉપરાંત ઓફર ભાવે અથવા તેથી વધુમાં તેમની પાસેથી પ્રાપ્ત પ્રમાણિત બિડ્સને આધીન એમ્પ્લોયી રિઝર્વેશન હિસ્સા હેઠળ અરજી કરનારા પાત્ર કર્મચારીઓને પ્રમાણસર ધોરણે ઇક્વિટી શેરો ફાળવવામાં આવશે. બધા સંભવિત બિડરો (એન્કર રોકાણકારો સિવાય)એ તેમના સંબંધિત એએસબીએ અકાઉન્ટ્સ અને જો લાગુ હોય તો યુપીઆઈ યંત્રણાનો ઉપયોગ કરતાં આરઆઈબીના કિસ્સામાં યુપીઆઈ આઈડીની વિગતો આપતી બ્લોક્ડ અમાઉન્ટ (“એએસબીએ”) પ્રક્રિયાને ટેકો આપતી અરજીનો ફરજિયાત ઉપયોગ કરવાનું આવશ્યક છે,

જેમાં અનુરૂપ બિડની રકમ સંબંધિત બિડ રકમની માત્રામાં કિસ્સો હોય તે અનુસાર યુપીઆઈ યંત્રણા હેઠળ એસસીએસબી અથવા પ્રાયોજક બેન્ક દવારા બ્લોક કરવામાં આવશે. એન્કર રોકાણકારોને એએસબીએ પ્રક્રિયા થકી ઓફરમાં ભાગ લેવાની મંજૂરી નથી.

કંપની ચોખ્ખી પ્રાપ્તિઓનો ઉપયોગ નીચે મુજબ કરવાનો પ્રસ્તાવ ધરાવે છે (1) મોજૂદ એકમની બાજુમાં વધારાનું એકમ સ્થાપિત કરીને પુડુક્કોટ્ટાઈ, તામિલનાડુ ખાતે તેના મોજૂદ ઉત્પાદન એકમના વિસ્તરણ માટે મૂડીખર્ચના ફન્ડિંગ સામે રૂ. 1500 મિલિયન, (2) ટિન્ટિંગ મશીન્સ અને ગાયરોશેકર્સની ખરીદી સામે રૂ. 500 મિલિયન, (3) કંપનીના ઋણની સર્વ અથવા અમુક રકમની પુનઃચુકવણી/ પૂર્વચુકવણી સામે રૂ. 250 મિલિયન, અને (4) સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે બાકી રકમ.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers