Western Times News

Gujarati News

કેન્દ્ર સરકારે બજેટ ૨૦૨૧ને રજુ કરવાની તૈયારીઓ કરી લીધી

૧ ફેબ્રુઆરીએ કેન્દ્રીય બજેટ

નવીદિલ્હી, કેન્દ્ર સરકારે બજેટ ૨૦૨૧ને રજુ કરવાની તૈયારીઓ કરી લીધી છે.બજેટ સત્રનું પ્રથમ ચરણ ૨૯ ફેબ્રુઆરીથી શરૂ થઈ જશે જે ૧૫ ફેબ્રુઆરી સુધી ચાલશે. જ્યારે બીજું ચરણ ૮ માર્ચ થી ૮ એપ્રિલ સુધી ચાલશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સંસદના બન્ને સદનમાં સંબોધન કરશે.

ફેબ્રુઆરી માં નાણા મંત્રી ર્નિમલા સીતારામન દેશની સામે કેન્દ્રીય બજેટ રજૂ કરશે.આ વખતે સામાન્ય જનતાની નજરો રેલવેના બજેટ પર પણ ખાસ રહેશે.એ બાબતે ઉલ્લેખનીય છે કે પહેલા સામાન્ય બજેટ અને રેલવે બજેટ બંને અલગ-અલગ રજૂ કરવામાં આવતા હતા જ્યારે મોદી સરકારે ૨૦૧૬માં આ પ્રથાને નાબુદ કરી દીધી છે.

જાે કે એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વખતે રેલ્વે બજેટથી લોકો નિરાશ થઈ શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ગયા નાણાકીય વર્ષથી રેલ્વેનું બજેટ ફક્ત ૩ થી ૫ ટકા વધવાની સંભાવના છે. રેલવે મંત્રાલયે નાણા મંત્રાલય સમક્ષ આગામી નાણાકીય વર્ષ માટે આશરે ૧.૮૦ લાખ કરોડ રૂપિયાની માંગ મૂકી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.