Western Times News

Gujarati News

બારડોલી તાલુકાના સત્યાગ્રહ હોસ્પિટલ ખાતે કોરોના વોરિયર્સને રસીકરણ

સુરત જિલ્લામાં ચાર સરકારી હોસ્પિટલો ખાતે વેકિસનેશનનો પ્રારંભ-બારડોલી વિસ્તારમાં સ્થાનિક સરકારી અને ખાનગી મળી ૧૭૮૯ હેલ્થ વર્કરો તથા ૫૦ વર્ષથી ઉપરના ૪૧૧૨૧ તથા ૧૭૭૭ કોમઓરર્બિટ લોકોને તબક્કાવાર રસીકરણથી આવરી લેવામાં આવશે.

સમગ્ર દેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વેકસીનેશન પ્રક્રિયાનો ઓનલાઈન પ્રારંભ કરાવ્યો હતો. જેમાં સુરત શહેર અને જિલ્લામાં આજરોજ ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ એવા આરોગ્ય કર્મયોગીઓને વેકિસન આપીને પ્રારંભ થયો હતો. સુરત જિલ્લાના બારડોલી તાલુકાના સત્યાગ્રહ હોસ્પિટલ ખાતે સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ઈશ્વર પરમારની ઉપસ્થિતિમાં ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ એવા ડોકટરો, નર્સીંગ સ્ટાફ, મેડિકલ સ્ટાફ, સફાઈ કર્મચારીઓને વેકસીન આપીને શુભારંભ કરાયો હતો.

આ પ્રસંગે મંત્રી પરમારે છેલ્લા ૧૦ મહિનાથી કોરોના સામે જંગ લડી રહેલા સૌ કોઈ આરોગ્ય કર્મયોગીઓને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, જેનો સૌને આતુરતાથી ઈતેજાર હતો તે ધડી આવી પહોચી છે. આપણા વૈજ્ઞાનિકોની રાત-દિવસની મહેનતના પરિણામે સ્વદેશી વેકસીન બનાવી શકયા છીએ.

જેને સૌપ્રથમ આરોગ્ય કર્મયોગીઓને આપવાની શરૂઆત થઈ રહી છે જે ઘટના ગૌરવપૂર્ણ છે. કોરોના વેકસીન તમામ લોકોને આપવામાં આવશે તેમ જણાવીને કહ્યું કે, પ્રથમ તબક્કામાં બારડોલી વિસ્તારમાં સ્થાનિક સરકારી અને ખાનગી મળી ૧૭૮૯ હેલ્થ વર્કરો તથા ૫૦ વર્ષથી ઉપરના ૪૧૧૨૧ તથા ૧૭૭૭ કોમઓરર્બિટ લોકોને તબક્કાવાર રસીકરણથી આવરી લેવામાં આવશે.

બારડોલી વાસીઓ કોઈ પણ પ્રકારની અફવાઓમાં આવ્યા વિના કોરોના વેકસીન મુકાવે તેવો અનુરોધ મંત્રીશ્રીએ કર્યો હતો. આ વેળાએ પ્રાંત અધિકારી રબારી સહિત, આરોગ્યના ડોકટરો, સફાઈ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જયારે મહુવાની સી.એચ.સી. ખાતે ધારાસભ્ય મોહન ઢોડિયા, ઓલપાડના સાંધિયેર પી.એસ.સી. ખાતે ધારાસભ્ય મુકેશ પટેલ તથા ચોર્યાસી તાલુકાના મોહણી ખાતે જિલ્લા કલેકટર ડો.ધવલ પટેલ વેકિસનેશન પ્રારંભે હાજર રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.