Western Times News

Gujarati News

ભારતીય-અમેરિકી સંગઠનોએ સંજીવ ભટ્ટને જામીન મળે તે માટે સુપ્રીમમાં અપીલ કરી

નવીદિલ્હી, ભારત અને અમેરિકાના અનેક નાગરિક અધિકાર કાર્યકર્તાઓ અને સંગઠનોએ ભારતની સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી છે કે તે પૂર્વ પોલીસ અધિકારી સંજીવ ભટ્ટની જામીન મંજુર કરે ઇડિયન અમેરિકન મુસ્લિમ કાઉસિલ (આઇએએમસી) અને હિન્દુજ ફોર હ્યુમન રાઇટ્‌સ દ્વારા આયોજિત એક ઓનલાઇન પત્રકાર પરિષદમાં સંગઠનો અને કાર્યકર્તાઓએ દાવો કર્યો છે કે હત્યાના એક મામલામાં ભટ્ટની દોષસિધ્ધિ ખોટી છે અને આ ખોટા પુરાવા પર આધારિત છે અદાલત ૨૨ જાન્યુઆરીએ ભટ્ટની જામીન અરજી પર સુનાવણી કરશે.

કોગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ મંત્રી શશિ થરૂરે કહ્યું કે તે ભટ્ટની સાથે થયેલ અન્યાયથી સ્તબ્ધ છે જેમણે સમાજ માટે કર્તવ્યનિષ્ઠ થઇ સેવા કરવા અને શક્તિશાળી સામે સાચુ બોલાવાની અદમ્ય ક્ષમતાને કારણે જેલ મોકલવામાં આવ્યા
થરૂરે કહ્યું કે સંજીવનો મામલો તે ખરાબ દૌરને દર્શાવે છે જેમાં આપણ રહી રહ્યાં છે જયાં તમામ ભારતીયોને બંધારણ દ્વારા પ્રદત્ત બંઘારણીય મૂલ્ય અને મૌલિક અધિકાર અનેક મામલામાં નબળા થતાં અને અનેકવાર આવી શક્તિઓ દ્વારા છીનવાઇ જવાનું પ્રતિત થાય છે જે ઉદાર નથી.

જાણીતા વૃત્તચિત્ર ફિલ્મ નિર્માતા આનંદ પટવર્ધને કહ્યું કે ભટ્ટને એટલા માટે જેલ મોકલી દેવામાં આવ્યા કારણ કે તેમણે ૨૦૦૨માં થયેલ નરસિંહારનો વિરોધ કર્યો અને તેની વિરૂધ્ધ અવાજ ઉઠાવ્યો પટવર્ધને કહ્યું કે સમાજે ભટ્ટની મુક્તિ માટે આંદોલન ચલાવવું જાેઇએ.

આઇએએમસીના કાર્યકારી નિર્દેશક રશીદ અહમદે કહ્યું કે ભારત સરકારને સંજીવ ભટ્ટના મામલે રાજનીતિક પ્રબંધન બંધ કરી જાેઇએ અને સરકારથી ડરેલા અથવા સ્વયં રાજનીતિક બની ચુકેલ ન્યાયાધીશોની જગ્યાએ સ્વતંત્ર ન્યાયાધીશોની દેખરેખમા ંકાનુને પોતાનું કામ કરવા દેવું જાેઇએ.

શાસ્ત્રીય નૃત્યાંગના મલ્લિકા સારાભાઇએ કહ્યું કે એવું નથી કે ફકત ભટ્ટના મામલામાં તેમની વિરૂધ્ધ નિશ્ચિત એજન્ડા ચલાવવામાં આવી રહ્યું છે પરંતુ મોદી સરકારના મોટાભાગના ટીકાકારોની સાથે આવું થઇ રહ્યું છે સારાભાઇએ તો જાે કોઇ સરકારની વિરૂધ્ધ બોલે છે અથવા કોઇ સવાલ પુછે છે જે આપણા લોકતંત્રમાં આપેલ મૌલિક અધિકાર છે તો તેને કોઇને કોઇ રીતે દંડિત કરવામાં આવે છે તેની વિરૂધ્ધ દરોડા મારવામાં આવે છે ખોટા મામલા ચલાવવામાં આવે છે અને તેમને ચુપ કરાવી દેવામાં આવે છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.