Western Times News

Gujarati News

શાહીબાગમાંથી ૧ કરોડનાં MD ડ્રગ્સ સાથે મુંબઈનો શખ્સ ઝડપાયો

ATSનું સફળ ઓપરેશન : અન્ય આરોપીઓને ઝડપી લેવા કાર્યવાહી શરૂ

(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેર ડ્રગ્સનું એપી સેન્ટર બનવા તરફ જઈ રહયું હોય એવું તાજેતરની કેટલીક ઘટનાઓથી પ્રતિત થઈ રહયું છે શહેરની વિવિધ એજન્સીઓએ શાહઆલમ, કારંજ સહીતના વિસ્તારોમાં કાર્યવાહી કરીને છેલ્લા કેટલાક સમયથી ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપવામાં સફળતા મેળવી છે. ખાસ કરીને શાહઆલમ વિસ્તારમાંથી એકથી વધુ વખત ડ્રગ્સ પકડાવાના બનાવ સામે આવી ચુકયા છે. ઉપરાંત બે દિવસ અગાઉ કારંજ પોલીસે એમડી ડ્રગ્સ સાથે એક શખ્સની અટક કરી હોવાની ઘટના તાજી છે ત્યાં જ એટીએસએ વધુ એક શખ્સને ૧ કરોડના એમડી ડ્રગ્સ સાથે ઝડપી લેતાં ચકચાર મચી છે.

એટીએસ ગુજરાતના પીઆઈ એચ.કે. ભરવાડને મુંબઈનો સુલ્તાન શેખ નામનો વ્યક્તિ મોટા જથ્થામાં એમડી ડ્રગ સાથે શાહીબાગ ખાતે આવવાનો હોવાની બાતમી મળી હતી જેને પગલે પીઆઈ ભરવાડ પોતાની ટીમ સાથે શાહીબાગના આચાર્ય મહાપ્રજ્ઞજી રેલ્વે ઓવર બ્રીજ ખાતે વોચમાં ગોઠવાયા હતા એ દરમિયાન બાતમી મુજબનો ઈસમ આવતા તેને કોર્ડન કરી લેવાયો હતો અને તપાસ કરતા તેની બેગમાંથી ખાખી સેલોટેપથી વીંટાળેલા બે પેકેટ મળી આવ્યા હતા

જેમાંથી ૧ કરોડની કિંમતનું ૧ કિલો જેટલું મેથામ્ફેટામાઈન એટલે કે એમડી ડ્રગ્સ મળ્યું હતું બાદમાં તેની કડક પુછપરછ કરતાં સુલ્તાન ફીરોજ શેખ (ન્યુ મસ્જીદ ગલી, પ્રેમનગર, જાેગેશ્વરી ઈસ્ટ, મુંબઈ) નામના આ શખ્સે એમડી ડ્રગ્સનો જથ્થો અજમેર શરીફ દરગાહના ખાદીમ નામે વસીમે અજાણ્યા માણસ દ્વારા મુંબઈની શાલીમાર હોટેલ ખાતે પહોચાડયો હતો. બાદમાં વસીમના કહેવા અનુસાર તે પેકેટો અમદાવાદની મુસા સુહાગ કબ્રસ્તાન સામે આવેલા મંદીરની બાજુમાં એક શખ્સને પહોચાડવાનો હતો. જાેકે ડ્રગ્સનો આ જથ્થો આગળ પહોચે તે પહેલા જ એટીએસએ ઝડપી લીધો હતો હાલમાં વસીમ નામના શખ્સ તથા અમદાવાદમાં ડીલીવરી લેનારની શોધખોળ ચાલી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.