Western Times News

Gujarati News

અર્નબની ચેટનો મુદ્દો કોંગ્રેસ સંસદમાં જાેરશોરથી ઉઠાવશે

નવીદિલ્હી, કોંગ્રેસે રિપબ્લિકન ટીવીના મુખ્ય સંપાદક અર્નબ ગોસ્વામીના કહેવાતા વ્હાટ્‌સએપ વાતચીતના મામલાની તપાસની માંગ કરતા કહ્યું કે દેશની સત્તા અને સુરક્ષાથી જાેડાયેલ માહિતી લીક કરવી રાષ્ટ ્રવિરોધી કૃત્યુ અને રાષ્ટ્રદ્રોહ છે અને તે આ મુદ્દાને સંસદમાં જાેરશોરથી ઉઠાવશે.

પાર્ટીના વરિષ્ઠ નેતા એ કે એન્ટોની સુશીલકુમાર શિંદે ગુલામ નબી આઝાદ અને સલમાન ખુર્સીદે આ વિષયને લઇ સરકાર પર નિશાન સાધ્યું અને એ પણ કહ્યું કે બાલાકોટ એયર સ્ટ્રાઇક જેવા અભિયાનની માહિતી સરકારમાં વરિષ્ઠ પદો પર બેઠેલા કેટલાક લોકોને હોય છે અને એવામાં તેની માહિતી લગાવવી જાેઇએ કે આ સંવેદનશીલ માહિતી કેવી રીતે લીક થઇ
પૂર્વ રક્ષા મંત્રી એન્ટોનીએ પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે આ વ્હાટ્‌સએપ વાતચીત સમગ્ર દેશ માટે ચિંતાનો વિષય છે દર દેશભક્ત ભારતીય સ્તબ્ધ છે કારણ કે આ રાષ્ટ્રીય સુરક્ષાથી જાેડાયેલ વિષય છે આ આપણા સશસ્ત્રી જળો ખાસ કરીને વાયુ સેનાના જવાનોની સુરક્ષાથી જાેડાયેલ છે તેમના અનુસાર દેશના સામાન્ય લોકો અને રાજનીતિક પક્ષોની વચ્ચે અનેક મુદ્દા પર મતભેદ છે પરંતુ જયારે રાષ્ટ્રીય સુરક્ષાથી જાેડાયેલ વિષય આવે છે તો સમગ્ર દેશ એક થાય છે.

તેમણે કહ્યું કે ગોપનીય માહિતી લીક કરવી એક અપારધિક કૃત્યુ છે સેના અને રાષ્ટ્રીય સુરક્ષાથી જાેડાયેલ માહિતી લીક કરવી રાષ્ટ્ર વિરોધી કૃત્ય અને રાષ્ટ્રદોહ છે આ રીતની રાષ્ટ્ર વિરોધી ગતિવિધિઓની તપાસ જરૂરી છે. સુશીલ કુમાર શિદેએ કહ્યું કે સંસદમાં આ મુદ્દાને ઉઠાવવામાં આવશે સરકારી ગોપનીયતા અધિનિયમ હેઠળ જે કરવું જાેઇતુ હતું તે થયું નથી મને આશા છે કે તપાસ થશે અને જે ગુનો થયો છે તેની સજા મળશે પૂર્વ કાનુન મંત્રી ખુર્શીદે વ્હાટ્‌સઅપ વાતચીતમાં ન્યાયપાલિકાના સંદર્ભમાં કહેવાતી રીતે ઉલ્લેખ થવાનો હવાલો આપતા કહ્યું કે ન્યાયપાલિકા ન્યાયનું મંદિર છે આ વાતચીતમાં જે વાત સામે આવી છે તે ખુબ દુખદ છે ગંદી રાજનીતિથી ન્યાયપાલિકાને દુર રાખવી જાેઇએ અમારી માંગ છે કે તેની તપાસ થવી જાેઇએ કે અર્નબને માહિતી કોણે આપી અને તેણે કયાં કયાંથી આ માહિતી મળી વડાપ્રધાને આ મામલા પર પોતાની સ્થિતિ સ્પષ્ટ કરવી જાેઇએ.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.