Western Times News

Gujarati News

ઓવૈસીની પાર્ટી ગુજરાતમાં સક્રિય-ગુજરાતમાં બીટીપી સાથે ગંઠબંધન

એઆઈએમઆઈએમ પ્રદેશ પ્રમુખ તરીકે કાબલીવાલાની નિમણૂક કરાઈ-ઓવૈસીની પાર્ટી દલિત, મુસ્લિમ, આદિવાસીના કામો કરવામાં માગે છે, આથી બીટીપીની સાથે ગંઠબંધન કર્યું

અમદાવાદ, એઆઈએમઆઈએમના ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે સાબિર કાબલીવાલાને જવાબદારી મળી છે. સાબિર કાબલીવાલાએ પ્રમુખ બનવાની સાથે જ ભાજપ અને કાૅંગ્રેસ પક્ષ પર પ્રહાર કર્યાં હતાં.

કાબલીવાલાએ જણાવ્યું હતું કે, કાૅંગ્રેસ પાર્ટીએ ભાજપની બી ટીમ તરીકે ગુજરાતમા કામ કર્યું છે. Sabir Kabliwala Has Been Nominated As The State President Of Aimim- All India Majlis-E-Ittehadul Muslimeen Party In The State Of #Gujarat

ભાજપમાં કાૅંગ્રેસમાંથી ગયેલા ધારાસભ્યો અને મંત્રીઓ છે. ઓવૈસીની પાર્ટી દલિત, મુસ્લિમ અને આદિવાસી સમાજના કામો કરવામાં માંગે છે. આથી ગુજરાતમાં બીટીપી સાથે ગંઠબંધન કર્યું છે. આગામી સમયમાં યોજાનાર ચૂંટણીમાં એઆઈએમઆઈએમ પાર્ટી પોતાના ઉમેદવારો ઊભા રાખશે.

જેના અનુસંધાને ઓવૈસી ગુજરાતની મુલાકાતે પણ આવશે. સાથે જ સાબિર કાબલીવાલાએ આરોપ લગાવ્યા હતા કે, કાૅંગ્રેસે માત્ર મુસ્લિમ અને દલિતોનાં મત લીધા છે પરંતુ સમાજનો વિકાસ કર્યો નથી. અહેમદ પટેલના નિધન બાદ હવે કાૅંગ્રેસમાં મુસ્લિમ નેતા ક્યાંય નહીં દેખાય.

ગુજરાતમા ત્રીજા વિકલ્પ તરીકે એઆઈએમઆઈએમ રહેશે. કાૅંગ્રેસ પાર્ટી સાથે ક્યારેય ગંઠબંધન કરવામાં નહીં આવે. ભલે વિપક્ષમાં બેસવાનું થાય પરંતુ કાૅંગ્રેસ સાથે ક્યારેય ગઠબંધન નહીં કરીએ. સાબિર કાબલીવાલાએ જણાવ્યું હતું કે, તેમની પાર્ટીએ ગુજરાતમાં બીટીપી સાથે ગંઠબંધન કર્યું છે. બીટીપીને સાથે રાખીને પાર્ટી ચૂંટણી લડશે.

અમારી પાર્ટી માત્ર મુસ્લિમ સમાજ જ નહીં, દલિત, આદિવાસી અને ઓબીસી સમાજના મુદ્દા ઉઠાવશે. કાૅંગ્રેસ છોડવા પાછળનું કારણ આપતા તેઓએ કહ્યું હતું કે, આનું એકમાત્ર કારણ વિશ્વાસઘાત છે. સાથે જ તેમણે એમ પણ કહ્યું હતું કે, કાૅંગ્રેસમાંથી નારાજ હોય તેવા સારા નેતાઓને પાર્ટીમાં લાવવામાં આવશે. આ ક્રમમાં અમુક નેતાઓએ ઓવૈસી સાથે મુલાકાત પણ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.