Western Times News

Gujarati News

લાંબી વોરંટી સહિતના આકર્ષક ફિચર્સ પેનાસોનિકની ગુજરાતમાં હોમ એપ્લાયંસીસની રેન્જ

અમદાવાદ, અગ્રણી વૈવિધ્યકૃત્ત કંપની પેનાસોનિકે આજે તહેવારોની સિઝન પૂર્વે પોતાના હોમ એપ્લાયંસીસના પ્રોડક્ટ વિસ્તરણની આજે જાહેરાત કરી છે. વોશિંગ મશિન, રેફ્રીજરેટર અને માઇક્રોવેવને સમાવતી આ નવી રેન્જમાં નવીન અદ્યતન ટેકનોલોજીનો સમાવેશ થાય છે.

જેમાં ઇકો ફ્રેન્ડલી, ઉર્જા બચત અને લાંબી વોરંટી સહિતના આકર્ષક ફિચર્સનો સમાવેશ કરાયો છે. નવા મોડેલ્સના લોન્ચ સાથે પેનાસોનિક ૨૦૧૯-૨૦માં ગુજરાતના માર્કેટમાંથી૩૭ ટકા વૃદ્ધિનો અંદાજ સેવે છે.

લોન્ચ અંગે સંબોધતા પેનાસોનિક ઇડિયાના હોમ એપ્લાયંસીસના બિઝનેસ વડા હર્ષલ સોમણે જણાવ્યું હતું કે, પેનાસોનિક પોતાના ગ્રાહકોને સંશોધન અને ટેકનોલોજીમાં શ્રેષ્ઠતા પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ છે. ચાલુ વર્ષે અમારી પોતાની ટેકનોલોજી અમારા ગ્રાહકોના ઘરમાં લાવવાના હેતુથી અમારી હોમ એપ્લાયંસીસની રેન્જ વિસ્તારી રહ્યા છીએ.

તેમણે વધુમાં જણાવ્યું કે, ગ્રાહકોની વૈવિધ્યરૂપ જીવનશૈલી સાથે મેળ ખાય તે માટે પેનાસોનિકની ટોપ લોડ વોશિંગ મશિનની નવી રેન્જ ફ્‌લેક્સીબલ વોશિંગ ટેકનોલોજી ધરાવે છે અને બિલ્ટ-ઇન વોટર હીટરનો સમાવેશ કરે છે જે ઓટોમેટિક તાપમાન નિયંત્રણ દ્વારા પ્રયત્નો વિનાનું વોશિંગ પૂરું પાડેછે.

વધારાના ફીચર્સ જેમ કે વોટર રિયૂઝ ટેકનોલોજી અને વ્હાઇટ કોર્સ ટેકનોલોજી સાથે નવા મોડેલો વસ્ત્રના ઊંડાણમાં રહેલા કચરાને દૂર કરવાની ખાતરી આપે છે. પેનાસોનિકની સેમી ઓટોમેટિક વોશિંગ મશિનની નવી રેન્જ આધુનિક ડિઝાઇન અને એકશન ફોમ સિસ્ટમ સાથે આવે છે જેથી અસરકારક રીતે ડાઘા દૂર કરી શકાય.

ઉર્જા અને પાણી કાર્યક્ષમતા પૂરી પાડતા પ્રિમીયમ નવા મોડેલ્સ બિલ્ટ ઇન ઇકો-ફ્રેંન્ડલી સોલ્યુશન્સ જેમ કે એક્વા સ્પીન રિન્સ ધરાવે છે જે વોશ લોડ વોલ્યુમ અને પાણીનું તાપમાન ગ્રહણ કરીને પાણીની ૨૮ ટકા જેટલી બચત કરે છે અને ઇકોનવી ટેકનોલોજી ૨૩ ટકા વધુ પાણીની બચત કરે છે. પેનાસોનિક ઇડિયાના હોમ એપ્લાયંસીસના બિઝનેસ વડા હર્ષલ સોમણે ઉમેર્યું કે, ટોપ લોડ કેટેગરીમાં નવા ૨૩ મોડલ્સ અને સેમી ઓટોમેટિક કેટેગરીમાં ૧૫ નવા મોડેલ્સની કિંમત રૂ. ૧૧,૬૦૦થી રૂ. ૩૩,૨૦૦ની વચ્ચે છે જ્યારે ફ્રંટ લોડ કેટેગરીના પેનાસોનિકના ૧૦ નવા મોડેલ્સની કિંમત રૂ. ૩૦,૦૦૦થી રૂ. ૬૭,૦૦૦ની વચ્ચે છે.

ઉર્જા કાર્યક્ષમતા શ્રેષ્ઠ શ્રેણી ધરાવતા પેનાસોનિકના નવા રેફ્રીજરેર મોડેલ્સ એડવાન્સ્ડ ટેકનોલોજી જેમ કે ૬ સ્પીડ ઇન્વર્ટર કોમ્પ્રેસરથી સજ્જ છે, જે નોંધપાત્ર ઉર્જા બચત સાથે કાર્યક્ષમ કમગીરીની ખાતરી આપે છે અને એજી ક્લિન ફીલ્ટર ૯૯.૯ ટકા બેક્ટેરીયા દૂર કરે છે.

ગ્રાહકોની વિકસતી જતી જરૂરિયાતોને કેન્દ્ર સ્થાને રાખતા નવા મોડેલ્સમાં ભેજ ધરાવતા ફ્રેશ સેફ વેજીટેબલ્સ કેસ સાથે ૩૫ લિટર્સની ક્ષમતા પૂરી પાડે છે, જે શાકભાજી અને ફળોનો ઊંચા ભેજ અને સતત તાપમાન સાથે ઇષ્ટતમ સ્થિતિમાં સંગ્રહ કરે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.