નીતા અંબાણીએ પહેર્યો મોંઘોદાટ પન્નાનો નેકલેસ
જામનગર, નીતા અંબાણીનું જ્વેલરી કલેક્શન એકદમ એક્સક્લૂઝિવ હોય છે, તેમાં એક ચીજ કોમન હોય છે તે છે એમારલ્ડ માટે તેઓનો લગાવ. મિસિસ અંબાણીની પાસે આ સુપર એક્સપેન્સિવ સ્ટોન્સથી જડેલા એકથી એક ચઢીયાતા જ્વેલરી પીસ છે અને દરેકની ડિઝાઇન પોતાનામાં ખાસ છે.
નીતા જો નાના નાના પન્નાથી સજાવેલા હારમાં જોવા મળે છે તો તેઓને એવા નેકપીસમાં પણ જોવામાં આવે છે જેમાં સ્ટોન્સનો આકાર અને શૅપ બિલકુલ સામાન્ય નહતો. અગાઉ ભાગ્યે જ કોઇએ આ પ્રકારનો નેકલેસ પહેરેલો જોયો હશે.
મિસિસ અંબાણીને અગાઉ ક્યારેય આટલા મોટા નેકપીસ સાથે જોવામાં નથી આવ્યા. નીતા અંબાણીએ નાના દીકરા અનંતના પ્રી-વેડિંગ ફંક્શન્સના અંતિમ દિવસની ઇવેન્ટ માટે સિલ્વર કલરની કાંજીવરમ સાડી પહેરી હતી. જેને સુંદર જરદોશી એમ્બ્રોયડરીથી સજાવવામાં આવી હતી.
આ હેન્ડમેડ સાડીને ડિઝાઇનર મનિષ મલ્હાત્રાએ કસ્ટમ ડિઝાઇન કરી છે અને તેને દક્ષિણ ભારતના સ્વદેશના આર્ટિસ્ટ્સ પાસે હેન્ડલૂમ ટેÂક્નકથી તૈયાર કરવામાં આવી છે. આ સાડી સાથે બ્લાઉઝને ડિસન્ટ કટ આપવામાં આવ્યો હતો.
ઉપરાંત આ સાડી પર કરવામાં આવેલી ઇન્ટ્રીકેટ જરદોશી મેચિંગ એમ્બ્રોયડરી કરવામાં આવી છે. આ સિલ્વર સ્ટોન સાડીની સાથે નીતાએ હીરા અને પન્ના જડીત જ્વેલરી પૅર કરી હતી, જે લૂકમાં કોન્ટ્રાસ્ટ એડ કરતા તેને ખુબસુરત બનાવી રહી હતી.
ઓવરઓલ અપિયરન્સમાં રાયલ ટચ એડ કરતા ઘરેણાંમાં સૌથી ખાસ મિસિસ અંબાણીનો હાર હતા, જેમાં નાના નાના ડાયમંડ્સની સાથે મોટાં એમરલ્ડ પણ જોડવામાં આવ્યા હતા.
જો કે, સૌથી વધુ ધ્યાન તો વચ્ચે પેન્ડન્ટ તરીકે જડેલા સ્ક્વેર શેપ્ડ પન્નાએ ખેંચ્યુ. તેની સાઇઝ એટલી મોટી હતી કે કદાચ જ કોઇએ આટલી સાઇઝના એમરલ્ડને ક્યારેય જોયો હશે. નીતા અંબાણીનો હાર તો ખાસ હતો જ, પરંતુ તેઓની બાકીની જ્વેલરીની ડિઝાઇન પણ સ્ટનિંગ હતી. તેઓએ કાનમાં સેટથી મેચ કરતાં સ્ટડ્સ પહેર્યા હતા, જેને ડેલિકેટ ડિઝાઇનથી ડાયમંડ અને એમરલ્ડથી સજાવવામાં આવ્યા હતા.
જ્યારે હાથમાં હીરાજડિત ચૂડી હતી જેની વચ્ચે કસ્ટમ મેડ બ્રેસલેટ જેવા કંગન હતા અને તેમાં પણ પન્ના સજાવવામાં આવ્યા હતા. તેઓની આંગળીમાં મોટી ડાયમંડ રિંગ ધ્યાન ખેંચી રહી છે. નીતા અંબાણી જ્યારે પણ સાડી પહેરે છે તેઓનો લૂક ગજબ જ લાગે છે.
આ વખતે ભલે તેઓનો નેકલેસ વધુ ધ્યાન ખેંચી રહ્યો હતો પરંતુ તેઓનો ઓવરઓલ લૂક હંમેશાની માફક એલિગન્ટ અને ક્લાસિક ચાર્મ એડ કરી રહ્યો હતો. ટ્રેડિશનને સેલિબ્રેટ કરતાં નીતા અંબાણીએ વિશ્વંભરી સ્તુતિ પર અદભૂત પર્ફોર્મન્સ આપ્યું હતું.
આ દરમિયાન ગોલ્ડન થ્રેડ રેડ સાડી અને ચમકદાર ડાયમંડ જ્વેલરીમાં તેઓનો લૂક કોઇ દેવીથી કમ નહોતો લાગતો. નીતા અંબાણીએ આ સ્તુતિની પ્રસ્તૃતિ દરમિયાન તેને ગ્રાન્ડડોટર્સ આદ્યા શક્તિ અને વેદાને સમર્પિત કર્યુ હતું અને તમામ યંગ ગર્લ્સ જેઓ ડિવાઇન એનર્જી કૅરી કરે છે.SS1MS