જાનમાં જતા કારનો અકસ્માત થતા ૪ લોકાના મોત

કિન્નૌર, હિમાચલ પ્રદેશના કિન્નૌરના બટસેરીમાં એક ભયંકર કાર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં કારમાં સવાર ૫ લોકોમાંથી ૪ ના મોત થયા છે. જ્યારે એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થઇ છે. જેને પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્ર સાંગલા લઇ જવામાં આવ્યો છે. કારમાં સવાર બધા લોકો રોધીથી બટસેરી જાનમાં જઈ રહ્યા હતા. આ ભયંકર અકસ્માતમાં કાર ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થઇ ગઈ છે.
જાણકારી પ્રમાણે રવિવારે બપોરે ડ્રાઇવર રમેશ કુમાર સહિત ૪ લોકો લગ્નમાં સામેલ થવા માટે સાંગલાના બટસેરી ગામ તરફ જઈ રહ્યા હતા. બટસેરી પાસે કારના ડ્રાઇવરે સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવી દીધો હતો. જેના કારણે રસ્તાથી લગભગ ૫૦ મીટર નીચે ઢસડી ગઈ હતી. કાર ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થઇ હતી.
કાર અકસ્માતમાં ટાપરી ગામના અજય કુમાર (૪૦), કિશોરી લાલ (૪૮), જિયાલાલ (૫૧) અને મદનલાલનું ઘટનાસ્થળે મોત થયું હતું. જ્યારે ડ્રાઇવર રમેશ કુમાર (૪૨) ગંભીર રુપથી ઇજાગ્રસ્ત થયો છે. જેને સારવાર માટે સીએચસી સાંગલા લાવવામાં આવ્યો હતો. દુર્ઘટનાની જાણ થતા જ સ્થાનિક લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને રાહત કાર્યમાં લાગી ગયા હતા.
જેની સૂચના સાંગલા પોલીસને આપવામાં આવી હતી. પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી.એસપી કિન્નોર અશોક રત્નએ જણાવ્યું કે બટસેરી પાસે આ દુર્ઘટનામાં સામેલ ૪ લોકોના મોત થયા છે. દુર્ઘટનાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસ દ્વારા કેસ નોંધી લેવામાં આવ્યો છે.HS