Western Times News

Gujarati News

એરપોર્ટમાં બહાર નિકળવા સુધી માસ્ક પહેરવું ફરજિયાત

Files Photo

નવી દિલ્હી: કોવિડ મહામારી વચ્ચે હવાઈ મુસાફરી કરનારા લોકોએ પૂરતી સાવધાની રાખવી પડશે. જાે આમ નહીં કરે તો મુસાફર સામે ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ) કડક પગલાં લેશે તેવી ચેતવણી આપવામાં આવી છે. ડીજીસીએએ એક સર્ક્‌યુલર બહાર પાડીને જણાવ્યું કે, એરપોર્ટ પર અંદર પ્રવેશવાથી માંડીને બહાર નીકળવા સુધી દરેક સમયે માસ્ક પહેરીને રાખવું પડશે. આ ઉપરાંત હવાઈ મુસાફરી દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન ના કર્યું તો પ્લેનમાંથી ઉતારી દેવામાં આવશે. ડીજીસીએના કહેવા અનુસાર જાે કોઈ મુસાફર વારંવાર નિયમનોનું પાલન ના કરે તો તેને ‘અશિસ્ત મુસાફર’ જાહેર કરાશે.

ડીજીસીએના સર્ક્‌યુલરમાં કહેવામાં આવ્યું છે કે, કેટલાક મુસાફરો કોવિડ-૧૯ના પ્રોટોકોલ્સનું પાલન નથી કરતા. વ્યવસ્થિત માસ્ક નથી પહેરતા અને સોશિયલ ડિસ્ટન્સિંગ પણ નથી જાળવતા. ડીજીસીએના કહેવા અનુસાર, અવારનવાર ધ્યાને આવ્યું છે કે, મુસાાફરો એરપોર્ટમાં પ્રવેશતી વખતે યોગ્ય રીતે માસ્ક નથી પહેરતા અને પછી વારંવાર કાઢ્યા કરે છે. એરક્રાફ્ટમાં બેઠા હોવા છતાં કેટલાક મુસાફરો યોગ્ય રીતે કોવિડના નિયમોનું પાલન નથી કરતી.

ડીજીસીએના સર્ક્‌યુલરમાં જણાવવામાં આવેલી બાબતો નીચે મુજબ છે ઃ એર ટ્રાવેલ દરમિયાન દરેક વ્યક્તિએ માસ્ક પહેરવાનું રહેશે અને સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવું પડશે. અપવાદરૂપ સ્થિતિમાં જ માસ્ક નાકની નીચે જશે તો ચાલશે બાકી કરી શકાશે નહીં.  એરપોર્ટમાં એન્ટ્રી પોઈન્ટ પર હાજર કે અન્ય પોલીસ કર્મચારી સુનિશ્ચિત કરશે કે કોઈ પણ માસ્ક વિના અંદર પ્રવેશી ના શકે. ઝ્રછર્જીં અને અન્ય સુપરવાઈઝિંગ અધિકારી વ્યક્તિગત રીતે આ સુનિશ્ચિત


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.