Western Times News

Gujarati News

કોવિડની બીજી લહેર સામે લડવા હાઇજિન પ્રોડક્ટ્સની શ્રેણી સાથે હીલિંગ ટચની રજૂઆત

બેંગાલુરુ, સાઇકલ પ્યોર અગરબત્તીના નિર્માતા એન. રંગા રાવ એન્ડ સન્સએ કોવિડ-19 વાઇરસના પ્રસારને અંકુશમાં લેવા માટે હીલિંગ ટચ બ્રાન્ડ હેઠળ આયુષ પ્રમાણિત આયુર્વેદિક હેન્ડ-સેનિટાઇઝર અને મલ્ટી-ડિસઇન્ફેક્ટન્ટ સ્પ્રે રજૂ કર્યાં છે. નીમ ઓઇલ આધારિત સેનિટાઇઝર જેન્ટલ ફોર્મ્યુલેશન સુનિશ્ચિત કરવા માટે તૈયાર કરવામાં આવ્યું છે, જે ત્વચા માટે આદર્શ છે અને 99.9 ટકા સુરક્ષા પૂરી પાડે છે. હીલિંગ ટચ સરફેસ ડિસઇન્ફેક્ટન્ટ સ્પ્રે હાથ અને સોફ્ટ સરફેસ ઉપરના સુક્ષ્મજંતુઓને તુરંત જ દૂર કરે છે અને તમારા પ્રિયજનોને સુરક્ષા અને રોગમુક્ત માહોલ પ્રદાન કરે છે.

ભારતમાં બીજી લહેર ઝડપથી ફેલાઇ રહી છે ત્યારે હીલિંગ ટચ હાઇજિન પ્રોડક્ટ્સના અસરકારક ઉપયોગ દ્વારા વાઇરસને દૂર રાખવામાં મદદરૂપ બને છે. આયુષ પ્રમાણિત હીલિંગ ટચ હેન્ડ સેનિટાઇઝર 70 ટકા v/v આલ્કોહોલ સાથે નેચલ લેમન ઓઇલ ધરાવે છે તેમજ વિટામીન સી થી ભરપૂર છે. તે બજારમાં બે સ્વરૂપે ઉપલબ્ધ છે – લિક્વિડી અને જેલ તથા તે 100 મીલી, 250 મીલી અને 500મીલીની બોટલના વિવિધ પેકમાં મળે છે.

બજારમાં નવા હોવા તરીકે બ્રાન્ડે કર્ણાટક, તમિળ નાડુ, કેરળ, તેલંગાણા, આન્ધ્ર પ્રદેશ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, એનસીઆર અને પશ્ચિમ બંગાળ જેવાં રાજ્યોમાં પોતાની ઉપસ્થિતિ સ્થાપી છે.

આ પ્રોડક્ટ અંગે વાત કરતાં રિપ્પલ ફ્રેગરન્સિસના મેનેજિંગ ડાયરેક્ટર કિરણ રંગાએ જણાવ્યું હતું કે, “હીલિંગ ટચ ગ્રાહકોને વ્યક્તિગત અને જાહેર હાઇજિન પ્રેક્ટિસિસમાં સુધારો કરવામાં મદદરૂપ બનતા સોલ્યુશન્સ ઓફર કરવાનો ઉદ્દેશ્ય ધરાવે છે. મહામારીના ફેલાવાને જોતાં અમે માગને પહોંચી વળવા માટે અમે અમારી સપ્લાય ચેઇન અને ડિસ્ટ્રિબ્યુશન ચેનલ્સને મજબૂત કરવા ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. હાલના મૂશ્કેલ સમયમાં અમારી પ્રોડક્ટ્સનો સ્ટોક પૂર્ણ ન થાય તે સુનિશ્ચિત કરવા માટે અમે આયોજન કરી રહ્યાં છીએ.”

“અમે દરેક વ્યક્તિને રસી લેવા અને સરકારની સુરક્ષા માર્ગદર્શિકાઓને અનુસરવા માટે વિનંતી કરીએ છીએ. અમે સક્રિયપણે નવા સ્થળો સુધી પહોંચીને અમારી પ્રોડક્ટ્સ દરેક વ્યક્તિ માટે ઉપલબ્ધ બને તે સુનિશ્ચિત કરી રહ્યાં છીએ.”

હીલિંગ ટચ મલ્ટી સરફેસ-ડિસઇન્ફેક્ટન્ટ સ્પ્રેમાં લેમન એસેન્શિયલ ઓઇલ છે, જે પ્રાકૃતિક ડિસઇન્ફેક્ટન્ટ છે અને ઉર્જાસભર સુગંધ પેદા કરે છે. ડિસઇન્ફેક્ટન્ટ સ્પ્રે સુસ્ત અવશે, વિના સરફેસને સાફ કરશે અને ચમક આપશે તેમજ 99.9 ટકા વાઇરસ અને બેક્ટેરિયાનો નાશ કરે છે. આ સ્પ્રેનો ઉપયોગ નરમ, સખત અને છિદ્ર ન ધરાવતી સરફેસ ઉપર કરી શકાય છે. વધુમાં દરવાજાના હેન્ડલ્સ, કાર હેન્ડલ્સ, સીટ, કી હેંગર્સ, જીમના સાધનો અને અન્ય બીજી વસ્તુઓ માટે કરી શકાય છે કે જેની ઉપર વાઇરસ અને બેક્ટેરિયા હોઇ શકે છે.

આ પ્રોડક્ટ્સના ઉત્પાદન માટે બ્રાન્ડે ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એક્ટ અને આયુષ વિભાગની માર્ગદર્શિકાઓનું સખ્તાઇથી પાલન કર્યું છે. તે લેબ-ટેસ્ટેડ પ્રોડક્ટ્સ છે અને હાનિકારક સુક્ષ્મજંતુઓની સામે સુરક્ષા આપવાની સાથે આપણા જીવનની ગુણવત્તામાં સુધારો કરે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.