Western Times News

Gujarati News

જ્યાં સુધી રહેશે કોરોના ત્યાં સુધી ફ્રીમાં આઉટગોઇંગ કોલ મળશે

નવી દિલ્હી: દેશ અત્યારે કોરોનાના ગંભીર સંકટ સામે ઝઝૂમી રહ્યો છે. આ દરમિયાન દેશની સૌથી મોટી મોબાઇલ કંપની રિલાયન્સ જિયો પોતાના ગ્રાહકો માટે રાહતના સમાચાર લઇને આવી છે. તેના હેઠળ કંપની ગ્રાહકોને દર મહિને ૩૦૦ મિનિટ આઉટગોઇંગ કોલની સુવિધા આપી રહી છે. તમને જણાવી દઇએ કે આ ઓફર ફક્ત જિયો ફોન કસ્ટમર્સ માટે ઉપલબ્ધ થશે. આ ઉપરાંત કંપની જિયો ફોન પર બાય વન ગેટ વનની ઓફર પણ લોન્ચ કરી કરી. કંપનીએ જાહેરાત કરતાં કહ્યું કે કંપનીએ જીયો ફોન દરેક ભારતીયને ડિજિટલ જીવન પુરૂ પાડવાના મિશન સાથે લોન્ચ કર્યો હતો.

કોવિડ મહામારીના આ અભૂતપૂર્વ સમયમાં, કંપની ઇચ્છે છે કે તેના ગ્રાહકો એકબીજા સાથે જાેડાયેલા રહે. આ સ્કીમ ખાસકરીને સમાજના એવા લોકોને ફાયદો પહોંચાડશે જે આ મહામારી દરમિયાન પોતાનો ફોન પણ રિચાર્જ કરાવી શકતા નથી. જીયોએ મહામારીના સમયમાં બે મોટા પ્લાન શરૂ કર્યા છે. પહેલાં પ્લાનની વાત કરીએ તો રિલાયન્સ ફાઉન્ડેશન સાથે જીયોએ તેને રજૂ કર્યો છે. તેના હેઠળ મહામારીના સમયગાળમાં દર મહિને ૩૦૦ મિનિટ (દરરોજ ૧૦ મિનિટ) આઉટગોઇંગ કોલ પુરા પાડશે.

આ પ્લાન ફક્ત જીયો ફોન યૂઝર્સ માટે જ ઉપલબ્ધ થશે. બીજાે પ્લાન પણ જીયો ફોન યૂઝર્સ માટે છે. તેના હેઠળ જાે તમે જિયો ફોનને કોઇ પ્લાન સાથે રિચાર્જ કરાવો છો તો તમને એટલી કિંમતનો વધારાનો રિચાર્જ પ્લાન મફતમાં મળશે. ઉદાહરણ તરીકે ૭૫ રૂપિયાના પ્લાન સાથે રિચાર્જ કરાવનાર જીયો ફોન ગ્રાહકોને ૭૫ રૂપિયાનો વધારાનો પ્લાન બિલકુલ મફત મળશે. આ ઓફર વાર્ષિક અથવા જીયો ફોન ડિવાઇસ બંડલ પ્લાન પર લાગૂ નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.