Western Times News

Gujarati News

૧૧૦ વર્ષના મહંત કોરોનાને માત આપનારી વયસ્ક વ્યક્તિ

હૈદરાબાદ: કોરોના વાયરસના સંક્રમણથી સાજા થયા હોય તેવા દર્દીઓની સંખ્યા ધીમે ધીમે વધી રહી છે. મોટી વયના અનેક લોકોએ કોરોનાને હરાવ્યો છે, ત્યારે દેશના સૌથી વયસ્ક વ્યક્તિએ કોરોનામાંથી સાજા થઈ ઇતિહાસ રચ્યો છે. હૈદરાબાદની ગાંધી હોસ્પિટલમાં ૧૧૦ વર્ષના રામાનંદ તીર્થને ૨૪ એપ્રિલે દાખલ કરવામાં આવ્યા હતા. તેમને કોરોનાના સામાન્ય લક્ષણો હતા. તેઓ તેલંગણાના કિસારા ખાતે તીર્થ મહંત છે.

આ સ્થળે કોઈ સગવડ નથી. ડોકટરોનું કહેવું છે કે, તેમને નિરીક્ષણ માટે થોડા વધુ દિવસો માટે હોસ્પિટલમાં રાખવામાં આવશે. તેમને ટૂંક સમયમાં નોન-ઓક્સિજન બેડમાં ખસેડવામાં આવશે અને પ્રવાહી આહાર આપવાનું શરૂ કરાશે. ગાંધી હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ એમ.રાજા રાવે ટીઓઆઈને જણાવ્યું હતું કે, ૧૧૦ વર્ષની ઉંમરના તીર્થ કોરોનામાંથી મુક્ત થયા છે. તેઓ અમારી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. હોસ્પિટલ દ્વારા જાહેર કરવામાં આવેલા વીડિયોમાં હોસ્પિટલના બેડ પર સુતેલા તીર્થને ડોકટરોના પ્રશ્નોના જવાબ આપતા જાેઇ શકાય છે.

તેમણે કહ્યું કે, થોડા વર્ષો પહેલા તે ગાંધી હોસ્પિટલમાં પગની સર્જરી માટે આવ્યા હતા. તેમણે પોતાના જીવનના બે દશકા જેટલો સમય હિમાલયમાં રહીને વિતાવ્યો છે. સામાન્ય રીતે મોટી ઉંમરના લોકો માટે કોરોનામાંથી રિકવર થવું સરળ નથી. તેઓને દવાખાને સારવાર માટે દાખલ કરવા જ પડે છે. આવી સ્થિતિમાં તીર્થની કોરોનામાંથી મુક્તિ મેળવી મહત્વની માનવામાં આવે છે. કેન્દ્ર સરકારના આંકડા મુજબ, માર્ચ ૨૦૨૧ સુધીમાં કોરોનાના કારણે મૃત્યુ પામેલા લગભગ ૮૮ ટકા લોકો ૪૫ અને તેથી વધુ વયના હતા. જયારે ૬૫ વર્ષથી વધુની વયના લોકોને રિઇફેક્શનની દહેશત વધારે છે. નિષ્ણાંતોના જણાવ્યા મુજબ વૃદ્ધને વહેલી તકે હોસ્પિટલોમાં પ્રવેશ આપવામાં આવે છે,

પરીણામે કોરોનામાંથી મોટી સંખ્યામાં વૃદ્ધો રિકવર થઈ રહ્યા છે. કેસોની સંખ્યાના સંદર્ભમાં કેન્દ્ર સરકારના આંકડા યુવાનોમાં કોરોના સંક્રમણ વધુ હોવાના સંકેત આપે છે. એપ્રિલ સુધીના ડેટા પરથી જાણવા મળ્યું કે, મોટાભાગના કેસ ૧૫થી ૪૪ વર્ષના લોકોમાં નોંધાયા હતા. દેશમાં ૨ લાખથી વધુ લોકો મહામારી દરમિયાન મૃત્યુ પામ્યા છે. અત્યારે કોવિડના વ્યાપને નિયંત્રણમાં લેવા પગલાં લેવાઈ રહ્યા છે. જેની સકારાત્મક અસર થઈ છે. પરંતુ કેસ ઘટતા હજુ લાંબો સમય લાગશે તેવું નિષ્ણાંતોનું કહેવું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.