Western Times News

Gujarati News

પૂજા એક્ટિંગથી નહીં પરંતુ બોલ્ડનેસથી ચર્ચામાં રહે છે

પૂજા બેદી ફિલ્મોમાં તેની એક્ટિંગના કારણે નહીં પરંતુ બોલ્ડ ફોટોશૂટ અને કોન્ટ્રોવર્સીના કારણે વિવાદનું કેન્દ્ર રહી છે

મુંબઈ: બોલિવુડની ગ્લેમરસ દુનિયામાં અનેક કલાકારો તેમના અભિનય કરતા અન્ય વિવાદોમાં સતત રહેતા હોય છે અને આ ચલણ આજનું નહી પરંતુ દાયકાઓથી છે. ૯૦ના દશકમાં અભિનેત્રી પૂજા બેદી ફિલ્મોમાં તેની એક્ટિંગના કારણે નહીં પરંતું બોલ્ડ ફોટોશૂટ અને કોન્ટ્રોવર્સીના કારણે વિવાદનું કેન્દ્ર રહી છે. ભલે પૂજા બેદી ૫૦ વર્ષની વય વટાવી ચૂક્યા છે પરંતું તેમની ફિટનેસ આજે પણ બરકરાર છે. અભિનેત્રી પૂજા બેદીએ અંગત જીવનની સાથે પ્રોફેશનલ લાઈફમાં પણ ચર્ચા ઉભી કરી છે. આ અભિનેત્રીએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પગ મૂકતા જ સનસની મચાવી દીધી હતી.

બોલ્ડનેસ અદાઓથી લોકોનું ધ્યાન ખેંચનાર અભિનેત્રીએ એવો કોઈ ખાસ અભિનય ના કર્યો કે દર્શકોના માનસ પર કોઈ ખાસ છાપ છોડી દે. પૂજા બેદીને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જાેઈએ તેવી સફળતા મળી નથી. આજે નહીં પરંતું ૯૦ના દાયકામાં આ અભિનેત્રી તેની બોલ્ડ અદાઓથી સનસની મચાવતી હતી. વર્ષ ૧૯૯૧માં આવેલી વિષકન્યા ફિલ્મથી અભિનેત્રીએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પગ મૂક્યો.

ત્યારબાદ તે સહાયક અભિનેત્રી તરીકે વર્ષ ૧૯૯૨માં આવેલી સુપરહિટ ફિલ્મ ‘જાે જીતા વહીં સિંકદર’માં જાેવા મળી હતી. આ ફિલ્મથી પૂજાનું પણ સ્ટારડમ વધી ગયું. આ ફિલ્મમાં પૂજા બેદીએ ફિલ્મના હિરો આમીર ખાન સાથે લીપલોક સીન કર્યો હતો. પૂજા બેદી બોલિવુડની પહેલી એવી અભિનેત્રી હતી જેને સૌથી પહેલા કોન્ડોમની એડ કરી હતી. કોન્ડોમની એડ એ પણ ૫ કે ૧૦ વર્ષ પહેલા નહીં પરંતું ૩૦ વર્ષ પહેલા. એકટર માર્ક રોબિનસન સાથે વર્ષ ૧૯૯૧માં કામસૂત્ર કોન્ડોમની જાહેરાત કરી હતી. પૂજા બેદીએ આ એડમાં કામુક દ્રશ્યો આપ્યા હતા. મીડિયા રિપોર્ટસ પ્રમાણે આ એડ એટલી હોટ હતી કે તેના પર બેન લગાવી દેવાયુ હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.