Western Times News

Gujarati News

બેરીકેડ અન્ય સ્થળે રોડ ખુલ્લો હોવા છતાં મહીલા PSIએ બેરીકેટીંગ ખુલ્લું કરાવી નીકળ્યા 

મોડાસા શહેરમાં કોરોના સંક્રમણ અટકાવવા આંશીક છૂટછાટ સાથે દિવસે લોકડાઉન અને સરકારે રાત્રી કર્ફ્યુ લગાવી દીધો છે શહેરમાં જીલ્લા પોલીસતંત્ર પણ સઘન પેટ્રોલીંગ કરવાની સાથે શહેરના વિવિધ માર્ગો પર બેરીકેડ લગાવી કામ વગર રખડપટ્ટી કરનાર વાહનચાલકો સામે શખ્ત કાર્યવાહી હાથધરી છે ત્યારે મોડાસા ટાઉનમાં ફરજ બજાવતા મહિલા પીએસઆઈને કાયદો લાગુ પડતો ન હોય તેમ મેઘરજ રોડ પર એકબાજુનો રોડ ખુલ્લો હોવા છતાં ફરજ પરના કર્મચારીઓને બેરીકેડ લગાવેલ રોડ પરથી બેરીકેડ હટાવવા ફરજ પાડી એક્ટિવા લઇ પસાર થતા હોવાનો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થતા લોકોમાં મહિલા પીએસઆઇની રોફ સામે તરહ તરહની ચર્ચાએ જોર પકડ્યું છે

મોડાસા શહેરમાં લોકડાઉનની અમલવારીનો ભંગ કરતા વાહનચાલકો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી રહી છે તો બીજીબાજુ માસ્ક વગરના લોકોને મફત માસ્કનું વીતરણ કરવાની સાથે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ જન જાગૃતી ફેલાવી રહ્યા છે ત્યારે ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા પીએસઆઈ ચાર રસ્તા સહીત અન્ય સ્થળોએ લોકડાઉનનો ભંગ કરનાર શખ્સો સામે દંડ આપવાની શખ્ત કાર્યવાહી કરી લોકોને કાયદાનું ભાન કરાવ્યું હતું

લોકડાઉનનો ભંગ કરનાર શહેરીજનો અને લોકોએ કોઈ પણ પ્રકારનો વિરોધ કર્યા વગર દંડ ભરી પણ દીધો હતો પરંતુ એજ મહિલા પીએસઆઈ ચાર રસ્તા થી મેઘરજ રોડ પર લોકડાઉનની અમલવારી માટે લગાવેલ બેરીકેડ ફરજ પરના કર્મચારીઓને બાજુમાં રોડ ખુલ્લો હોવા છતાં બેરીકેડ હટાવવા ફરજ પાડી કર્મચારીએ બેરિકેડ હટાવતા એક્ટિવા લઇ સડસડાટ પસાર થયા હતા આ અંગે જાગૃત નાગરીકે વીડિયો ઊતારી લીધો હતો જે વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થતા લોકોએ તીખી પ્રક્રીયા આપી હતી અને લોકડાઉનના નિયમો ફક્ત સામાન્ય લોકોને કે લાગુ પડે છે કે શું….? સહીત તરહ તરહની ચર્ચાએ જોર પકડ્યું છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.