Western Times News

Gujarati News

અર્જુન કપૂરના દાદી પ્રપૌત્ર/પ્રપૌત્રીને રમાડવા માગે છે

અર્જુન કપૂરે હાલમાં દાદીની ઈચ્છા વિશે વાત કરી હતી તેણે કહ્યું કે, તેના દાદી પ્રપૌત્ર/પ્રપૌત્રીનું મોં જાેવા માગે છે

મુંબઈ: સરદાર કા ગ્રાન્ડસન’ના રિલીઝની રાહ જાેઈ રહેલા અર્જુન કપૂરે હાલમાં જ તેના દાદીની ઈચ્છા વિશે વાત કરી હતી. એક્ટરે ખુલાસો કર્યો કે, તે તેના દાદીની એક ખાસ ઈચ્છાને પૂરી કરી શકે તેમ નથી. તેણે કહ્યું કે, ‘મારા દાદીની ઈચ્છાને પૂરી કરવી અઘરી છે કારણ કે, કે પ્રપૌત્ર/પ્રપૌત્રીઓ ઈચ્છે છે અને હું તેમાથી એક નથી જે તેમને આપી શકું. હવે અમે કપૂર પરિવારના તે ચિરાગો પર ધ્યાન આપી રહ્યા છીએ, જેઓ જલ્દીથી તેમની આ ઈચ્છાને પૂરી કરી શકે’. અર્જુન કપૂરનો આ ઈશારો તેની પિતરાઈ બહેન સોનમ કપૂર તરફ હોય તેમ લાગી રહ્યું છે, જેણે થોડા દિવસ પહેલા જ પતિ આનંદ અહુજા સાથે ત્રીજી વેડિંગ એનિવર્સરી ઉજવી હતી.

અર્જુન કપૂરની ફિલ્મ સરદાર કા ગ્રાન્ડસન ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થવાની છે. જેમાં તે આજ્ઞાંકારી પૌત્રનો રોલ ભજવતો જાેવા મળવાનો છે, જે તેની બીમાર દાદીની અંતિમ ઈચ્છા પૂરી કરવા માટે ઘણા ઉતાર-ચડાવ જાેવે છે. ફિલ્મમાં દાદીના રોલમાં નીના ગુપ્તા જાેવા મળશે. અર્જુન કપૂર સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને પોતાની તસવીરો ફેન્સ સાથે શેર કરતો રહે છે. આ સિવાય તે તેની દિવંગત માતાને પણ ખૂબ યાદ કરે છે. મધર્સ ડેના દિવસે અર્જુન કપૂરે માતા સાથેની એક થ્રો બેક તસવીર શેર કરી હતી

સાથે લખ્યું હતું કે, ‘મધર્સ ડેની દરેક ક્ષણથી મને નફરત છે. કાલે એક્ટર બન્યો તેના નવ વર્ષ પૂરા થવાના છે, પરંતુ તમારા વગર હજુ પણ ખોવાયેલો હોવ તેવું લાગે છે. મોમ, આશા છે કે આ તસવીરની જેમ તમે ઉપરથી મને જાેઈને સ્મિત કરી રહ્યા હશો. સેલેબ્સ કૂકિંગ શો ‘સ્ટાર દૃજ ફૂડ’ના એક એપિસોડ દરમિયાન પણ અર્જુન કપૂરે કહ્યું હતું કે, ‘જ્યારે મારા માતા-પિતા અલગ થયા હતા ત્યારે હું ફૂડમાં શાંતિ શોધવા લાગ્યો હતો. આમ એક રીતે હું ભાવુક રૂપથી જાેડાઈ ગયો હતો. તેથી મેં ખાવાનું શરુ કરી દીધું હતું’. તેણે જણાવ્યું હતું કે, એક પોઈન્ટ બાદ જ્યારે તમને કોઈ રોકનારું ન હોય ત્યારે તેને છોડવાનું મુશ્કેલ થઈ જાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.