કિશોરે દરવાજાના પડદા અને કપડાં વડે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
વડોદરા: સનફાર્મા રોડ પર કિશોરે દરવાજાના પડદા અને કપડાં વડે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. કિશોરે મૃત્યુ પહેલાં અંતિમ વીડિયો બનાવ્યો હતો. જેમાં તે જીને કે લિયે સોચા હી નહીં, દર્દ સવારને હોંગેપ ગીત ગાઈ રહ્યો છે. સનફાર્મા રોડના આવાસોમાં રહેતો પરિવાર કડિયા કામ કરે છે. જ્યારે પુત્રી ઘરકામ અને ૧૬ વર્ષનો પુત્ર જ્વેલર્સની દુકાનમાં નોકરી કરતો હતો. રવિવારે માતા-પિતા કડિયા કામ પર ગયાં હતાં, જ્યારે પુત્રી ઘરકામ કરવા બહાર ગઈ હતી. રવિવાર હોવાથી પુત્ર ઘરે હતો.
બીજી તરફ નજીકમાં રહેતાં બાળકો બપોરે કિશોરના ઘરે રમવા આવ્યા હતા. કિશોરે તેમને ભગાડી મૂક્યા બાદ દરવાજાને અંદરથી રૂમાલ વડે બાંધી પંખા પર દરવાજાના પડદા અને કાપડની મદદથી ફાંસો ખાધો હતો. સાંજે માતા ઘરે પહોંચેલી માતાએ દરવાજાે ખોલતાં પુત્ર ફાંસો ખાધેલી હાલતમાં જાેવા મળ્યો હતો. ઘટનાની જાણ થતાં પહોંચેલી જેપી રોડ પોલીસે મૃતદેહને સયાજીમાં ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
પુત્રનો મોબાઈલ ચેક કરતાં તેણે બનાવેલો વીડિયો મળ્યો હતો. જેમાં તે જીને કે લિયે સોચા ભી નહીં, દર્દ સવારને હોંગેપ ગીત ગાઈ રહ્યો છે. વીડિયોમાં પંખા પર કપડું લટકાવેલું દેખાઈ રહ્યું છે. પોલીસની પૂછતાછમાં પરિવારે જણાવ્યું કે, કિશોર ધો. ૮ સુધી ભણેલો હતો અને મોબાઈલમાં રચ્યો પચ્યો રહેતો હતો.