Western Times News

Gujarati News

ચાહક પગપાળા અંતર કાપીને રામ ચરણને મળવા આવ્યો

મુંબઈ: હાલમાં જ એસએસ રાજામૌલીની ફિલ્મ આરઆરઆર માટે શૂટિંગ શરૂ કરનાર રામ ચરણને મળવા માટે શુક્રવારે ત્રણ ફેન્સ છેક તેલંગાણાના જાેગુલાંબા ગડવાલથી પગપાળા મળવા માટે આવ્યા હતા. ત્રણ ઉત્સાહી ફેન્સ સંધ્યા જયરાજ, રવિ અને વીરેશ, ૪ દિવસમાં ૨૩૧ કિમીનું અંતર કાપીને તેને મળવા માટે હૈદરાબાદ રામ ચરણના ઘરે પહોંચ્યા હતા. આટલા કિમીનું અંતર કાપીને આવનારા ફેન્સને જાેઈને રામ ચરણ એટલો ખુશ થઈ ગયો હતો કે મહામારીને ભૂલીને ત્રણેયને ભેટી પડ્યો હતો.

રામ ચરણે હાલમાં જ તેના ફેન્સનો કોવિડ-૧૯ દરમિયાન એકબીજાની મદદ કરવા માટે સ્પેશિયલ નોટ લખીને આભાર માન્યો હતો. ૨૫ જૂન, શુકરવારના રોજ જ્યારે હૈદરાબાદ સ્થિત ઘરે ફેન્સ પહોંચ્યા ત્યારે તે આશ્ચર્યચકિત થઈ ગયો હતો. રામ ચરણને મળવા માટે સંધ્યા જયરાજ, રવિ અને વીરેશ ૪ દિવસમાં ૨૩૧ કિમી પગપાળા પહોંચ્યા હતા. રામ ચરણે ત્રણેયને હગ કર્યું અને આટલું જ નહીં તેમને ઘરમાં બેસાડીને વાતચીત પણ કરી હતી. એક ટિ્‌વટર યૂઝરે આ તસવીરો શેર કરી છે અને કેપ્શનમાં લખ્યું છે કે, મેગા પાવર સ્ટાર રામ ચરણને ફેન્સ મળ્યા.

જે આશરે ૨૩૧ કિમી ચાલીને પોતાના પ્રેમાળ સ્ટારને મળવા પહોંચ્યા. એક્ટરે તેમને ગળે લગાડ્યા અને તેમની સાથે વાત કરી. થોડા દિવસો પહેલા રામ ચરણની ફિલ્મ આરઆરઆરના સેટ પર ફેમસ હેરસ્ટાઈલિસ્ટ આલિમ હકીમ સાથે જાેવા મળ્યો હતો. ફિલ્મનું ડિરેક્શન એસએસ રાજામૌલી કરી રહ્યા છે. આ ફિલ્મમાં આલિયા ભટ્ટ, અજય દેવગણ તેમજ એનટીઆર જેવા એક્ટર્સ લીડ રોલમાં છે. આરઆરઆરમાં આલિયા ભટ્ટ સીતાનો રોલ ભજવવાની છે, જે ફિલ્મમાં રામ ચરણની લવ ઈન્ટ્રસ્ટ હશે. રામ ચરણ સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના પોપ્યુલર એક્ટર્સમાંથી એક છે. તેણે સાઉથની ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.