કાલુપુરમાં લુંટનો પ્રયાસઃ દંપતીએ લુંટ નિષ્ફળ બનાવીઃ વાહનનું બેલેન્સ ગુમાવતાં બંને પટકાયા
અમદાવાદ : મહીલા શિક્ષિકા પોતાના પતિ સાથે કાલુપુર રેલ્વે સ્ટેશન ખાતે જતી હતી એ વખતે બાઈક પર આવેલા શખ્શોએ લુંટ કરવાનો પ્રયત્ન કર્યો હતો જા કે શિક્ષિકાએ બેગ પકડી રાખતા લુંટ નિષ્ફળ રહી હતી બીજી તરફ ચાલુ વાહનોએ ઝપાઝપી થતાં બેલેન્સ ગુમાવતાં દંપતી રોડ ઉપર પટકાતાં અને ગંભીર રીતે ધાયલ થયા હતા.
કિન્નરી ચંદ્રપ્રકાશ શર્મા ૪૦ ઉસ્માનપુરા ખાતે રહે અને નવરંગપુરામાં નોકરી કરે છે તેને સુરત ખાતે રહેતાં મામાના ઘરે જવાનું હોઈ રવિવારે વહેલી સવારે ચાર વાગ્યે પતિ તેમને મુકવા આવ્યા હતા રસ્તામાં પ્રેમ દરવાજા શાક માર્કેટ નજીક આવેલા એટીએમમાંથી રૂપિયા ઉપાડી દંપતી પોતાના વાહન જતા હતા.
ત્યારે પીછો કરી રહેલા બે શખ્શોએ કિન્નરી બેનની બેગ ઝુટવવાનો પ્રયત્ન કર્યો હતો જા કે ખભે ભરાવેલી બેગનાં હેન્ડલ હાથમાં રહી જતા કિન્નરીબેને બેગ સજજડ પકડી રાખી હતી દરમિયાન લુટારૂએ વધુ જાર કરતાં ચંદ્રપ્રકાશભાઈએ બેલેન્સ ગુમાવતા દંપતી રોડ ઉપર પટકાયુ હતુ અને ગંભીર રીતે ઘાયલ થયુ હતુ.
આ દૃશ્ય જાઈ રસ્તે જતાં વાહન ચાલકો તેમની મદદે આવતા હતા જ્યારે લુંટારૂઓ ભાગી છૂટ્યા હતા પતિ પત્ની ધાયલ અવસ્થમાં કાલુપુર પોલીસ સ્ટેશને પહચ્યા હતા અને લુંટની ફરીયાદ નોધાવી હતી આ સમગ્ર ઘટના કાલુપુર રોડ ઉપર રેવાબાઈ ધર્મશાળા સાથે બની હતી.