Western Times News

Gujarati News

હું ઈચ્છું છું કે અરુણિતા વિનર બને : કુમાર સાનુ

મુંબઈ: સિંગિંગ રિયાલિટી શો ઈન્ડિયન આઈડલ ૧૨નો રવિવારનો એપિસોડ ફ્રેન્ડશિપ ડેના નામે રહ્યો. મ્યૂઝિક ઈન્ડસ્ટ્રીના બે દિગ્ગજ સિંગર કુમાર સાનુ અને કવિતા કૃષ્ણમૂર્તિ મહેમાન બન્યા હતા. બંને સાથે ઘણા સોન્ગ ગાઈ ચૂક્યા છે તેમજ સારા મિત્રો પણ છે. તેથી જ ફ્રેન્ડિશપ ડે સ્પેશિયલ એપિસોડમાં તેમને બોલાવવામાં આવ્યા હતા. શોના ટોપ ૬ કન્ટેસ્ટન્ટ્‌સે તેમના હિટ સોન્ગ પર પર્ફોર્મન્સ આપ્યું હતું. જાે કે, સૌથી પહેલું પર્ફોર્મન્સ અરુણિતા કાંજીલાલનું હતું અને તે નક્કી મેકર્સે નહીં

પરંતુ કુમાર સાનુ અને કવિતા કૃષ્ણમૂર્તિએ કર્યું હતું. આદિત્ય નારાયણે બંને મહેમાનને તેઓ સૌથી પહેલા કોને સાંભળવા માગશે તેમ પૂછ્યું હતું. જેના જવાબમાં તેમણે અરુણિતાનું નામ લીધુ હતું. અરુણિતાએ ‘હમ દિલ દે ચૂકે સનમ’ અને ‘માર ડાલા’ સોન્ગ પર પર્ફોર્મન્સ આપ્યું હતું. તેના પર્ફોર્મન્સ બાદ કુમાર સાનુએ એવી વાત કહી દીધી હતી જે સાંભળીને સૌના મોં ખુલ્લા રહી ગયા હતા. અરુણિતા કાંજીલાલની સિંગિંગના શોના ત્રણેય જજ હિમેશ રેશમિયા, અનુ મલિક અને સોનુ કક્કડે વખાણ કર્યા હતા.

તો કુમાર સાનુએ કહ્યું હતું કે ‘મને જાણ નથી કદાચ મારી ભવિષ્યવાણી ખોટી પણ હોય, પરંતુ હું દિલથી ઈચ્છું છું કે અરુણિતા તું જ શોની વિનર બને’. કુમાર સાનુની આ વાત સાંભળીને બાકીના કન્ટેસ્ટન્ટ્‌સ પણ ચોંકી ગયા હતા. બાદમાં કુમાર સાનુએ કવિતા કૃષ્ણામૂર્તિ તેમજ અરુણિતા સાથે પર્ફોર્મન્સ આપે તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી. બંનેએ ફિલ્મ ‘દેવદાસ’નું ‘ડોલા રે ડોલા’ સોન્ગ ગાયું હતું. બંનેનું પર્ફોર્મન્સ જાેઈને કુમાર સાનુ પણ ખુશ થઈ ગયા હતા. કુમાર સાનુએ કહ્યું હતું કે, અરુણિતા તારું સારું ડેબ્યૂ થઈ ગયું છે’. તો પોતાના વખાણ સાંભળીને જવાબમાં અરુણિતાએ કહ્યું હતું ‘તેના હાથ-પગ ધ્રૂજી રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.