ભણવા માટે ટકોર કરતી માતાની પુત્રીએ હત્યા કરી

પ્રતિકાત્મક
નવી મુંબઈની કાળજું કંપાવનારી ઘટના-કિશોરીએ માતાની કરાટે ડ્રેસ બેલ્ટથી ગળુ દબાવીને હત્યા કરી નાખી, હત્યાની ફરિયાદ નોંધી કિશોરીની અટકાયત
મુંબઈ, નવી મુંબઈથી એક કાળજુ કંપાવનારી ઘટના સામે આવી છે. અહીં એરોલીમાં ૧૫ વર્ષીય કિશોરીએ પોતાની માતાની કરાટે ડ્રેસ બેલ્ટથી ગળુ દબાવીને હત્યા કરી નાખી છે. પ્રાપ્ત જાણકારી અનુસાર, માતા પોતાની દીકરીને ડોક્ટર બનાવવા માંગતી હતી, માટે તે દીકરીને પ્રેવશ પરીક્ષા નીટની તૈયારી માટે ટકોર કરતી હતી.
માતા દરરોજ અભ્યાસની ટકોર કરતા હોવાથી કંટાળીને દીકરીએ માતાની ર્નિમમ હત્યા કરી નાખી. પોલીસે નાબાલિગ દીકરી વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધીને તેની અટકાયત કરી છે. એપીઆઈ અવિનાશ મહાજને જણાવ્યું કે, ૩૦મી જુલાઈના રોજ શૈલેષ પવાર નામની એક વ્યક્તિએ પોલીસને માહિતી આપી કે એરોલીમાં રહેતી તેની બહેન શિલ્પા જાધવે પોતાના ફ્લેટનો દરવાજાે બંધ કરી લીધો છે.
પોલીસની મદદથી જ્યારે દરવાજાે ખોલવામાં આવ્યો તો જાેવા મળ્યું કે ૧૫ વર્ષીય કિશોરી અને તેનો ૬ વર્ષીય ભાઈ જમીન પર બેઠા હતા અને બેડરુમનો દરવાજાે બંધ હતો. બેડરુમનો દરવાજાે ખોલ્યો તો દ્રશ્ય જાેઈને તમામ લોકોની આંખો પહોળી થઈ ગઈ. શિલ્પા જાધવના ગળામાં કરાટે ડ્રેસનો બેલ્ટ લપેટાયેલો હતો અને તે જમીન પર બેભાન અવસ્થામાં પડ્યા હતા.
પોલીસ તાત્કાલિક શિલ્પાને મનપા હોસ્પિટલમાં લઈ ગઈ, પરંતુ ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા. પોલીસ તરફથી સખતાઈથી પૂછપરછ કરવામાં આવી તો ૧૫ વર્ષીય દીકરીએ સ્વીકાર્યું કે તેણે માતાની હત્યા કરી છે. કિશોરીએ પોલીસને જણાવ્યું કે, તેની માતા તેના પર ભણવા માટે પ્રેશર કરતી હતી. ત્યારપછી પોલીસે રવિવારે રાતે હત્યાનો કેસ દાખલ કર્યો અને આરોપી દીકરીની અટકાયત કરી.