Western Times News

Gujarati News

પેરાલિમ્પિક્સમાં દર્શકો પર કોરોનાના કેસ વધતાં પ્રતિબંધ

ટોક્યો,  જાપાનમાં ફરી એકવાર કોરોનાના કેસો વધી રહ્યા છે. પેરાલિમ્પિક ગેમ્સ રાજધાની ટોક્યોમાં ૨૪ ઓગસ્ટથી શરૂ થવાની છે. આમ આયોજકો સોમવારે કહ્યું કે ટોક્યો પેરાલિમ્પિક્સમાં દર્શકો પર વાયરસના જાેખમને કારણે પ્રતિબંધ મૂકવામાં આવશે.

જાપાનના ઘણા ભાગોમાં કટોકટી હોવા છતાં, કોરોનાના રેકોર્ડ કેસ સામે આવી રહ્યા છે. આયોજકોએ સ્થાનિક અને રાષ્ટ્રીય સરકાર તેમજ આંતરરાષ્ટ્રીય પેરાલિમ્પિક સમિતિ સાથે મળીને સંયુક્ત નિવેદનમાં કહ્યુ હતુ કે, આ પ્રાંતોમાં દર્શકો વગરની સ્પર્ધાઓ માટે વધુ કડક પગલાં લેવામાં આવશે. સોમવારે ટોક્યોમાં કોરોનાના ૨૯૬૨ નવા કેસ નોંધાયા હતા. અગાઉ શુક્રવારે રેકોર્ડ ૫૭૭૩ કેસ નોંધાયા હતા. જ્યારે, સમગ્ર જાપાનમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા ૧,૧૪૪,૫૪૬ છે. તેમાંથી ૧૫,૪૦૮ લોકોના મોત થયા છે જ્યારે ૯૬૮,૩૮૦ લોકો સાજા થયા છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.