Western Times News

Gujarati News

ક્રિકેટર રાસિદ ખાનનો પરિવાર અફઘાનમાં ફસાયો

લંડન, તાલિબાની આતંકીઓએ અફઘાન પર કરી લીધેલા કબજામાં બાદ અહીં સ્થિતિ ભયાનક બની ચૂકી છે. અફઘાનિસ્તાનના લોકો હવે દેશ છોડવા માટે કોઇપણ રસ્તો અપનાવી રહ્યા છે. અહીં સુધી કે રાષ્ટ્રપતિ અશરફ ગની પણ દેશ છોડી કઝાકિસ્તાન જતાં રહ્યા છે. એવામાં અફઘાનની સત્તા હવે તાલિબાની આતંકીઓના હાથમાં આવી ચૂકી છે.

બીજી તરફ યૂકેમાં ક્રિકેટ લીગ રમી રહેલા રાશિદ ખાન પણ ગંભીર ચિંતામાં ડૂબી ગયો છે. તેનો પરિવાર અફઘાનિસ્તાનમાં તાલીબાનીઓ વચ્ચે ફસાયેલો છે. આ સ્થિતિને લઇને ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન કેવિન પીટરસનનું કહેવુ છે કે, અફઘાનિસ્તાનમાં વર્તમાન સમયમાં જે તણાવભરેલી સ્થિતિ છે એને લઇને સ્પિનર રાશિદ ખાન ખૂબ જ ભયભીત બની ગયો છે. પીટરસને કહ્યું કે વર્તમાન સમયમાં રાશિદ એના પરિવારને દેશ બહાર કાઢવા માટે સક્ષમ નથી.

એક મીડિયા રિપોર્ટ અનુસાર હાલમાં કાબુલમાં હામિદ કરજઇ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી વિશ્વના કોઇપણ દેશ માટે ફ્લાઇટનું સંચાલન શક્ય નથી. રાશિદ હાલમાં યૂકેમાં ધ હંડ્રેડ લીગમાં ટ્રેન્ટ રોકેટ્‌સ તરફથી રમી રહ્યો છે.

નોંધનીય છે કે, થોડા દિવસ પહેલાં જ ક્રિકેટર રાશિદ ખાને અફઘાનિસ્તાનમાં તાલિબાનીઓની ક્રૂરતા જાેઇને ટ્‌વીટરના માધ્યમથી દુનિયાના મોટા નેતાઓને અફઘાની લોકોને બચાવી લેવા અપીલ કરી હતી. વિશ્વના બેસ્ટ સ્પિનર્સમાંથી એક રાશિદ ખાને ટ્‌વીટ કરી હતી કે, દુનિયાભરના પ્રિય નેતાઓ, મારો દેશ મુસિબતમાં છે અને રોજ મહિલાઓ અને બાળકો સહિત હજારો લોકોને મારી નાંખવામાં આવી રહ્યા છે. ઘરો અને સંપત્તિઓને બરબાદ કરવામાં આવી રહી છે. લોકો પોતાનું ઘર છોડીને જવા માટે મજબૂર થઇ ગયા છે. આવી ભયાનક સ્થિતિમાં અમને એકલા ના છોડશો. અફઘાનિસ્તાન અને અહીંના લોકોને બરબાત થતાં બચાવી લો. અમે શાંતિ ઇચ્છીએ છીએ.

ઉલ્લેખનીય છે કે, ૨૦૦૧થી જ તાલિબાન અમેરિકા સમર્થિત અફઘાન સરકાર સાથે યુદ્ધ કરી રહ્યું છે. અફઘાનિસ્તાનમાં તાલિબાનનો ઉદય પણ અમેરિકાની જ દેન છે અને એજ તાલિબાન હવે અમેરિકા માટે માથાનો દુખાવો બની ગયું છે. ૧૯૮૦ના દસકમાં જ્યારે સોવિયત સંઘે અફઘાનિસ્તાનમાં સેના ઉતારી ત્યારે અમેરિકાએ સ્થાનિક મુઝાહિદીનો હથિયાર અને તાલીમ આપી યુદ્ધ માટે ઉકસાવ્યા હતા. પરિણામે સોવિયત સંઘ તો હાર માનીને જતું રહ્યું પરંતુ અફઘાનિસ્તાનમાં એક કટ્ટરપંથી આતંકી સંગઠન તાલિબાને જન્મ લીધો.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.