અભિનેત્રી મોની રોયનું માલદિવમાં હોટ ફોટોશૂટ

મુંબઈ, ટીવીથી માંડીને બોલીવુડ સુધી પોતાની અદાઓથી ફેન્સને પાગલ કરનારી એક્ટ્રેસ મોની રૉય અનેકવાર ચર્ચામાં આવે છે. એક્ટ્રેસે પોતાની સુંદરતાથી લોકોને દિવાના કર્યા છે. સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેનારી મોની રૉય પોતાના ફેન્સને અનેકવાર સરપ્રાઈઝ આપતી રહે છે. ત્યારે હવે સોશિયલ મીડિયા પર મોની રોયના અમુક શાનદાર ફોટો ખૂબ વાયરલ થઈ રહ્યા છે. ફેન્સને મોની રોયનો આ બોલ્ડ અંદાજ ખૂબ જ પસંદ આવી રહ્યો છે. એક્ટ્રેસ મોની રૉયના બીચ વેકેશનના ફોટોએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે.
એક્ટ્રેસ માલદીવમાં વેકેશન મનાવવા ગઈ છે. જ્યાંથી તે ફેન્સને અપડેટ આપતી રહે છે. હાલ તેને પોતાના એકથી એક ચઢીયાતા ફોટો શેર કર્યા છે. એક્ટ્રેસ મોની રૉયએ ફરી એકવાર પોતાની કર્વી બોડીને ફ્લોન્ટ કરી છે. મોની રૉયે પોતાના બિકીની ફોટોમાં ગ્લેમરસ અંદાજ બતાવ્યો છે. આ ફોટો જાેઈને ફેન્સ દિવાના થઈ ગયા છે. એક્ટ્રેસ મોની રૉયે રોડ પ્રિન્ટેડ બિકિની પહેરી છે. સાથે જ તેમનો મેકઅપ અને અદા આ ફોટોશૂટમાં ચાર ચાંદ લગાવે છે. આ અદાઓ સોશિયલ મીડિય પર વાયરલ થઈ રહી છે.
એક્ટ્રેસ મોની રૉયે ઝાડની આડમાં ઉભા રહીને એક શાનદાર પોઝ આપ્યો છે. અમુક ફોટામાં તે પાંદડાઓની પાછળ ઉભા રહીને પોઝ આપે છે તો અમુક ફોટામાં તે ઝાડના થડની બાજુમાં ઉભા રહીને જાેરદાર પોઝ આપે છે. એક્ટ્રેસ મોની રૉયની ઝુલ્ફો હવામાં લહેરાતી જાેવા મળી રહી છે. તો પોતાની કાતિલ અદાથી લોકોને પાગલ કરી રહી છે. આ ફોટોને ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યા છે. એક્ટ્રેસ મોની રૉયના ફેન્સ તેમની ફિટનેસ અને ફિગરના ખૂબ વખાણ કરી રહ્યા છે. આમ તો મોની રૉયે આ ફોટો પોતાના ઈન્સ્ટ્રાગ્રામ પર શેર નથી કર્યા. છતાં પણ હાલ તેમના ફોટો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યા છે.