Western Times News

Gujarati News

ભારત દુનિયાનુ બીજુ સૌથી આકર્ષક મેન્યુફેક્ચરિંગ હબ બન્યુ: રિપોર્ટ

નવીદિલ્હી, કોરોનાના આ સમયમાં ભારતે અમેરિકાના મેન્યુફેક્ચરિંગને પણ પાછળ ધકેલી દીધુ છે. જાણકારી અનુસાર, ભારતે અમેરિકાને ત્રીજા નંબરે ધકેલ્યુ છે. રિયલ એસ્ટેટ કન્સલ્ટન્ટ કુશમેન એન્ડ વેકફિલ્ડ અનુસાર ચીન બાદ ભારત દુનિયાનુ બીજુ સૌથી પસંદગીનું ઉત્પાદન હબ બની ગયુ છે.

વૈશ્વિક વિનિર્માણ જાેખમ સૂચકાંક-૨૦૨૧માં ચીન પહેલા સ્થાને છે. યુરોપ, અમેરિકા અને એશિયા-પ્રશાંતના ૪૭ દેશમાં વૈશ્વિક વિનિર્માણ માટે આકર્ષક ડેસ્ટિનેશનનુ આકલન કરે છે. અધિક માગવાળા મેન્યુફેક્ચરિંગ ડેસ્ટિનેશનમાં કેનેડા ચોથા, ચેક ગણરાજ્ય પાંચમા, ઈન્ડોનેશિયા છઠ્ઠા સ્થાને છે. ગત વર્ષે આ રિપોર્ટમાં અમેરિકા બીજા સ્થાને હતુ જેને હવે ભારતે ત્રીજા સ્થાને ધકેલી દીધા છે.

કુશમેન એન્ડ વેકફીલ્ડ અનુસાર જાણ થાય છે કે મેન્યુફેક્ચરર્સ અમેરિકા અને એશિયા-પ્રશાંત ક્ષેત્રની સરખામણી ભારતમાં વધારે રૂચિ બતાવી રહ્યા છે. ભારત કાર્યરતની પરિસ્થિતિઓ અને ખર્ચ કાર્યક્ષમતાના કારણે ઉત્પાદન હબ તરીકે આકર્ષણુ વધાર્યુ છે. વાર્ષિક ધોરણે ભારતની રેન્કિંગમાં ઘણો સુધારો થયો છે.આર્ત્મનિભર અને પીઆઈએલ યોજનાએ પણ પોતાનો રંગ બતાવવાનું શરૂ કર્યું.

ભારતને વિશ્વની ફેક્ટરી બનાવવા માટે આર્ત્મનિભર અને પીઆઈએલ યોજનાએ પણ તેના રંગો બતાવવાનું શરૂ કર્યું છે. ભારતમાં આઇફોન એસેમ્બલ કરવાવાળી તાઇવાનની કંપની વિસ્ટ્રોન કોપ હવે લેપટોપ, મોબાઇલ, આઇટી પ્રોડક્ટ બનાવશે. આ માટે ભારતે ઓપ્ટિમિસ ઇલેક્ટ્રોનિક્સ સાથે હાથ મિલાવ્યા છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.